ચરાડવા નજીક ડમ્પર પાછળ બાઇક અથડાતા બે યુવાનના મોત
ચરાડવાથી આંદરણા જતા રોડ પર ડબલ સવારી બાઈક ડમ્પર પાછળ અથડાયું હતું જે અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનના મોત થયા હતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું જયારે પાછળ બેસેલ યુવાનનું સારવારમાં મોત થયું હતું પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મૂળ એમપીના વતની હાલ વાંકડા પાસે રહેતા રાજેશભાઈ નાનસિંહ ભીંડેએ ટ્રક ડમ્પર જીજે 36 એક્સ 3442 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાનું ટ્રક ડમ્પર ચરાડવા ગામથી આંદરણા જતા રોડ પર સીએનજી પંપ સામે કપચી ભડીયામાંથી અચાનક રોડ પર ચલાવી રોડ ક્રોસ કરતા ટ્રક ડમ્પર પાછળ ફરિયાદીના ભાઈનું પલ્સર જીજે 34 ઈ 5178 અથડાયું હતું અકસ્માતમાં બાઈક ચાલક ફરિયાદીના ભાઈ સોનું નાનસિંહ ભીંડેનું ઘટનાસ્થળે મોત થયું હતું પાછળ બેસેલ ભૂરસિંહ કાળુંસિંહ લોહરીયાને મોરબી સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો સારવારમાં તેનું પણ મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.