ભાવનગરના ઉમરાળા નજીક ટ્રાવેલ્સે બાઇકને અડફેટે લેતા બે યુવાનનાં મોત
ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે ઉમરાળા-ધોળા જવાના રસ્તા ઉપર મોડી રાત્રીના લક્ઝરી બસના ચાલકે પુરપાટ ઝડપે બસ ચલાવી બાઇક લઇને જતાં બે લોકો સાથે ધડાકાભેર અકસ્માત કરતા બાઇકમાં સવાર બે લોકો રોડ ઉપરપટકાતા બંન્ને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
આ અકસ્માત અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ મોડી રાત્રીના ઉમરાળા-ધોળા રોડ ઉપર એક લક્ઝરી બસના ચાલકે ગઢડાના સભાડીયા ગામના બે યુવકોની બાઈક સાથે બસનો ગમખ્વાર અકસ્માત કર્યો હતો. બસના ચાલકે પુરપાટ ઝડપે બસને હંકારીને બાઇક સવાર બંન્ને યુવકોને અડફેટે લીધા 2 હતા. ગઢડા તાલુકાના સભાડીયા ગામના વતની યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ,22) અને ભદ્રરાજસિંહ સુજાનસિંહ ગોહિલ (ઉ.વ.39) નામના બંન્ને યુવકો પોતાનુંબાઇક લઇ જઇ રહ્યા હતા તે વેળાએ સદગુરૂૂ શિવમ ટ્રાવેલ્સના ચાલકે પુરપાટ ઝડપે બસ ચલાવી.
બેફીકરાઈથી બાઇક સાથે અકસ્માત કરતા બંન્ને યુવકો રોડની કિનારીએ પટકાયા હતા જેમાં બંન્ને યુવકોને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતાં બંન્ને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યા હતા. અક્સમાતની ઘટના ઘટતા ઉમરાળા પોલીસ મથકનો સ્ટાફ તેમજ અન્ય વાહન ચાલકો ઈજાગ્રસ્તોની હાલતે દોડી આવી, બંન્ને મૃતકોને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.