મોરબીના ફાટસર અને બંધુનગર ગામે બે યુવાનના આપઘાત
મોરબીના ફાટસર ગામે યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે મોરબીના ફાટસર ગામે રહેતા મુન્નાભાઈ કેગુભાઈ ગાવડ (ઉ.40) એ કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં બંધુનગર ગામ નજીક ફેક્ટરીની લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી હાલ મોરબીના બંધુનગર ગામ પાસે આવેલ હિમત ગ્લેઝ ટાઈલ્સ કારખાનામાં કામ કરતા અંકુશકુમાર રાજેશકુમાર દવારે (ઉ.વ.21) નામના યુવાને લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને યુવાનના આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.