ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શાપર-વેરાવળમાં દારૂ પીવાની ના પાડતા પતિનો પત્ની ઉપર હુમલો

05:17 PM Aug 22, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

શાપર-વેરાવળમાં દારૂ પીવાના ના પાડતા પતિએ પત્નીને ધોકાથી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. જાણવા મળતી વિગત મુજબ શાપર- વેરાવળમાં રહેતી સુર્યાબેન દિનેશભાઇ સોલંકી (ઉ.વ.25) નામની પરિણીતા આજે સવારે તેના ઘરે હતી ત્યારે તેના પતિ દિનેશે ધોકા વડે માર મારતા માથાના ભાગે ઇજા થવાથી તેણીને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ હતી. પ્રાથમિક તપાસમાં તેના પતિને દારૂ પીવાની ટેવ હોય ગઇકાલે દારૂ પી ઘરે આવતા પત્નીએ દારૂ પીવાની ના પાડી હોય જેથી સવારે પતિએ તેણીને માર માર્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી શાપર-વેરાવળ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement