મોરબીમાં બે રિક્ષા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા બે વર્ષના બાળકનું મોત
મોરબીના સામાંકાંઠે આવેલી કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે બે રીક્ષાઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એટલો ગંભીર હતો કે, રીક્ષામાં બેઠેલા એક યુવાનનો હાથ કપાઈને શરીરથી આખો અલગ જ થઈ ગયો હતો. એટલું જ નહીં તેના બે વર્ષના પુત્રને પણ ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવયો હતો જયા તેનુ સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.
મોરબીની કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે શ્રીનાથ કોમ્પ્લેક્ષ પાસે આજે સવારે પસાર થઈ રહેલી બે રીક્ષા વચ્ચે અચાનક જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, રીક્ષામાં બેઠેલા પિન્ટુભાઈ જયભાઈ ગુપ્તા ઉ.વ.40 (રહે. સુતાલપુુર તા.મોરબી)નો હાથ કપાઈને ધડથી આખો અલગ જ થઈ ગયો હતો. એટલું જ નહીં આ ગમખ્વાર અકસ્માતમાં તેમના બે વર્ષના પુત્ર આયુષ ગુપ્તાને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેને પ્રથમ મોરબી સિવિલમાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા બે દિવસની સારવાર બાદ આયુષે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા તેનુ મોત નીપજ્યુ હતુ.
પ્રાથમિક તપાસમાં પરિવાર મુળ યુપીનો વતની હોવાનુ અને અહીં કારખાનામાં કામ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. મૃતક બે ભાઇમાં નાનો હતો. તેના માતા નેહાબેન બીમાર હોવાથી રીક્ષામાં દવા લેવા જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.