રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જેતપુરના રબારિકા ગામે વાડીમાંથી 78 હજારના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

12:35 PM Feb 12, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ જિલ્લામાં દારૂના ધંધાર્થીઓ ફરી બેફામ બન્યા છે. ત્યારે જેતપુરના રબારીકા ગામે આવેલી વાડીની ઓરડીમાંથી ઓરડી પર પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી 78.125ની કિંમતના 382 બોટલ વિદેશી દારૂ સાથે બે સખ્સોની ધરપકડ કરી નાશી છુટેલા ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુરના રબારીકા ગામે રૂરલ એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી તપાસ કરતા ઓરડીમાંથી રૂા. 78,125ના કિંમતની જુદી જુદી ભારતીય બનાવટની વિદેશીદારૂની 382 બોટલ મળી આવી હતી. આ અંગે પોલીસે જેતપુર સામાકાંઠા પટેલ ચોકમાં રહેતા હરેશ ઉર્ફે હરિયો રવજીભાઈ મકવાણા અને નવાગઢ પાસે રહેતા સંદીપ રવજીભાઈ માયાણીની ધરપકડ કરી હતી.
પોલીસની પુછપરછમાં આ દારૂનો જથ્થો રબા

રીકા ગામના વિપુલ હાથીભાઈ લાલએ મગાવ્યો હતો. જ્યારે આ દારૂના ગુનામાં સાગર પરમાર અને વીકી ચાવડાની પણ સંડોવણી ખુલતી પોલીસે નાશી છુટેલા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
જુગાર દરોડો રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામે આવેલ વાડીમાં વડલાના ઝાડ નીચે ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગટુ ખેલતા હિમાંશુ રમેશભાઈ માકડિયા ઉ.વ.39, કિશોર લખમણભાઈ માકડિયા ઉ.વ.65, જગદીશ ધરમશીભાઈ વિરપરીયા ઉ.વ.63, મનસુખ રામજીભાઈ માકડિયા ઉ.વ.64, સંજય બાબુભાઈ દઢાણિયા ઉ.વ.46 અને સુરેશ જમનાદાસ ભોજાણી ઉ.વ.56ની ધરપકડ કરી રૂા. 62,680ની રોકડ રકમ કબ્જે કરી હતી. જ્યારે બીજા દરોડામાં જસદણમાં જુગાર રમતા પ્રફુલ કનુભાઈ પરમાર ઉ.વ.30, મોસીન હમીદભાઈ આરબ ઉ.વ.30 અને ઉવેસભાઈ ઉમરભાઈ મેમણ ઉ.વ.36ની ધરપકડ કરી 1820ની રોકડ રકમ કબ્જે કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement