For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંઢેરીના બે સર્વે નંબર અને પરાપીપળીયા ગામને રાજકોટ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો

06:55 PM Feb 19, 2024 IST | Bhumika
ખંઢેરીના બે સર્વે નંબર અને પરાપીપળીયા ગામને રાજકોટ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો

Advertisement

Advertisement

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે એક જાહેરનામું જારી કરીને ખંઢેરી ગામના ક્રિકેટ સ્ટેડિયમ વાળા બે સર્વે નંબરનો મોજે પરાપીપળીયા, રાજકોટ તાલુકામાં સમાવેશ કર્યો છે. જે મુજબ, મોજે ખંઢેરી, તા. પડધરી, જિલ્લો રાજકોટના સર્વે નંબર ૬૭ હે. ૦-૯૮-૨૦ ચો.મી. તથા સર્વે નંબર ૬૪/૨, હે.૬૪-૧૭-૪૭ ચો.મી. કમી કરીને, મોજે પરાપીપળીયા, તાલુકો રાજકોટ, જિલ્લો રાજકોટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાહેરનામાના અનુસંધાને રાજકોટના નિવાસી અધિક કલેક્ટરશ્રીની કચેરી દ્વારા ખંઢેરીના સર્વે નંબર ૬૭ હે. ૦-૯૮-૨૦ ચો.મી.ને પરા પીપળીયા ગામમાં હંસામી સર્વે નંબર ૧૯૮ તથા સર્વે નંબર ૬૪/૨, હે.૬૪-૧૭-૪૭ ચો.મી.ને પરાપીપળીયા ગામમાં હંગામી સર્વે નંબર ૧૯૯ આપવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement