માંગરોળના શીલ ગામે દરિયામાં ન્હાવા પડેલા બે છાત્રો ડૂબ્યા
01:17 PM May 31, 2025 IST
|
Bhumika
Advertisement
માંગરોળ તાલુકાનાં શીલ ગામે રહેતા બે છાત્રો દરીયામા ન્હાવા પડેલા બે છાત્રો ડુબ્યા હતા. મચ્છીમારોએ તરુણ અને સગીરને ડુબતા બચાવી લીધા હતા. અને બંનેને સારવાર માટે રાજકોટ ખસેડયા હતા.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ માંગરોળ તાલુકાનાં શીલ ગામે રહેતા સીધાંત મહેશભાઇ ગોહેલ (ઉ.વ. 13) અને પ્રિન્સ રમેશભાઇ કાથડ (ઉ.વ. 16) અને પ્રિન્સનાં મામાનો દિકરી જયરાજ હસમુખભાઇ પરમાર ત્રણેય હાલ વેકેશન હોવાથી શીલ ગામનાં દરીયામા ન્હાવા ગયા હતા જેમા જયરાજ પરમાર કાઠે બેઠો હતો. જયારે સીધાંત ગોહેલ અને પ્રિન્સ કાથડ દરીયામા ન્હાવા પડતા બંને ઉંડા પાણીમા ગરકાવ થઇ ગયા હતા. બંને બાળકો ડુબી રહયા હોવાનુ મચ્છીમારોનાં ધ્યાને આવતા મચ્છીમારોએ બંને બાળકોનાં જીવ બચાવી લીધા હતા. બંને બાળકને બેશુધ હાલતમા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.
Advertisement
Next Article
Advertisement