રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, મધ્યમથી ભારે વરસાદની આગાહી
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટ રહેશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે અને આવતીકાલે એમ બે દિવસ રાજયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, વરસાદની સાથે ગરમી પણ રહેશે તેમજ 50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા તેમજ એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલાં પ્રિમુનસૂન એક્ટિવિટી થવાની પૂરી સંભાવનાઓ છે. અત્યારે અરબસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે. અત્યારે અરબસાગર સંપૂર્ણ સક્રિય છે જેથી 22 મે સુધીમાં ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવિટી થાય છે. એક અઠવાડિયા સુધી ગુજરાતમાં મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે.ગુજરાતમાં ચક્રવાતના સંકટની અંબાલાલ પટેલની આગાહી કરી છે. મેના અંતમાં ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ રહેશે. ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે ચક્રવાત સકિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતભરમાં 23 મેથી 31 મે સુધી માવઠાની આગાહી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. સાથે જ દરિયાઇ કાંઠે પવનની ગતિ 100 કિમિ પ્રતિકલાકની ઝડપની રહેવાની શકયતા છે.