ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધોરાજીમાં બે પાડોશી વચ્ચેના ઝઘડામાં બે ગલુડિયાને ધોકા ફટકારી મારી નાખ્યા

12:52 PM Sep 05, 2025 IST | Bhumika
Advertisement

ધોરાજીના ભુખી ચોકડી પાસે બહારપુરા, આંબેડકર નગરમાં કચરો નાખવા અને ગલુડિયાને ખાવાનું આપવા જેવી બાબતે બે પાડોશી વચ્ચે થયેલી માથાકુટમાં બે ગલુડિયાને બેરહેમીથી મારી નાખતા આ મામલે મહિલાએ દંપતી સામે ફરિયાદ નોંધાવી છે. ભુખી ચોકડી પાસે બહારપુરા, આંબેડકર નગરમાં રહેતા મિતલબેન મહેન્દ્રભાઇ પ્રવિણભાઇ વિઝુડાએ ફરિયાદમાં પાડોશી વિજય કિશન ચૌધરી અને તેની પત્ની યોગીતાબેન વિજયભાઈ ચૌધરીનું નામ આપ્યું છે. ફરિયાદ માં જણાવ્યા મુજબ તે સવારના આશરે આઠેક વાગ્યા આસપાસ ઘરની બહાર દરવાજે આવીને જોયુ તો કચરોને બાવળીયા કાંટા રોડ વચ્ચે ફેંકેલ હતા.

Advertisement

જેથી ઘરની સામે રહેતા યોગીતાબેન વિજયભાઈ ચૌધરીને કિધુ કે, અહીયા કચરો શુ કામે નાખેલ છે? આ દરમ્યાન તેમના પતિ વિજયભાઈ ચૌધરી પણ આવી ગયેલ અને યોગીતાબેન અને વિજયભાઇ ઉશ્કેરાઇને જેમફાવે તેમ બોલવા લાગેલ કે અને મિતલબેનના ઘર પાસે રહેતા ગલુડીયા ઘરની આજુબાજુ આવશે તો મારી જ નાખશુ. તેમ કહી મને જેમફાવે તેમ ગાળો બોલવા લાગેલ. આ અગાઉ પણ યોગીતાબેને કુતરાઓની માથે પાણી નાખેલ છે. તેમજ આ કુતરા મિતલબેનના ઘરના ઓટા પર બેઠા હોય ત્યારે વિજયભાઈ હાલતા ચાલતા પાટા અને પાઈપથી કુતરાઓને મારતા હતા બનાવના દિવસે ગલુડીયાઓ મિતલબેનના ઘર પાસે બેસેલ હતા. ત્યારે યોગીતાબેને આવીને તેને સાવરણાથી મારેલ છે. આ બાબતના સી.સી.ટી.વી. ફુટેજ પણ છે. તેમજ વિજયભાઇએ લાકડા ના ધોકા અને પાણાના ઘા મારી બે ગલુડીયાઓને મૃત્યુ નીપજાવેલ છે તે બાબતનુ પણ સી.સી.ટી.વી. ફુટેજ છે. મિતલ બેન રખડતા કુતરા અને ગલુડીયા આવતા તેને રોટલી ખાવાનુ આપતા હોવ જેથી આ બાબતનો ખાર રાખી યોગીતાબેન અને વિજયભાઇએ બોલાચાલી કરી બે ગલુડીયાઓને મારી નાખતા પોલીસ ફરિયાદ કરી હતી.

Tags :
crimedhorajiDhoraji newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement