For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઢેબર રોડ પર નાગરિક બેંક નજીકના બે ખાડા મોતના કૂવા સમાન: શહેર કોંગ્રેસની ઉગ્ર રજૂઆત

05:29 PM Aug 22, 2024 IST | Bhumika
ઢેબર રોડ પર નાગરિક બેંક નજીકના બે ખાડા મોતના કૂવા સમાન  શહેર કોંગ્રેસની ઉગ્ર રજૂઆત
Advertisement

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન મેઘજીભાઈ રાઠોડની સંયુક્ત યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં જાહેર રસ્તાઓ ખાડાઓનુ સામ્રાજ્ય જોવા મળે છે. ગ્રીનલેન્ડ ચોકડી, આજીડેમ ચોકડી, માધાપર ચોકડી, સહિતના વિસ્તારો તેમજ શહેરના રાજમાર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. તૂટી ગયેલા રૂૂડા વિસ્તારના નવા 150 ફૂટ રીંગ રોડ પર એડવોકેટ ની ફરિયાદ પરથી હાલ રૂૂડા નો ચાજે સંભાળતા મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ દ્વારા આ રસ્તો તાત્કાલિક મરામત કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આવાજ કાંઈક બે મસ મોટા ખાડાઓ કે જ્યાંથી હજારો લોકોની રોજિંદી અવર-જવર 24 કલાક ધમધમતા રાજમાર્ગો પરના એક રસ્તો એવો ઢેબર રોડ પરના મક્કમ ચોક તરફ વળતા ખૂણા પર નાગરિક બેંક ચોક પાસે બે મોટા ખાડાઓ છે. આ અંગે કોંગ્રેસમાં ફરિયાદ મળતા કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા રૂૂબરૂૂ સ્થળ પર તપાસ કરતા સ્થળ પરથી જ વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 14 ની બોર્ડર હોય જે પગલે ડેપ્યુટી ઇજનેર ખો ન આપે કે આ મારામાં ન આવે એટલા માટે જાગૃત પ્રહરી 24 કલાક હાથવગા સમાજસેવક કોંગ્રેસ પ્રવક્તાએ વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 14 બંને ડેપ્યુટી ઇજનેરોને અને ઝોનના સીટી ઇજનેર ને આ અંગે તાત્કાલિક ખાડાની મરામત કરવા અપીલ કરી હતી. આગામી સાતમ આઠમમાં તહેવારોમાં ભારે વરસાદની ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે ત્યારે આવા ખાડાઓમાં પાણી ભરાઈ ટુ વ્હીલર્સ ચાલકો આવા ખાડાઓમાં ખાબકે અને કોઈક નો કંધોતર કે કોઈકનો લાડકવાયો છીનવાઈ જાય એવી ભીતિ સેવાઈ રહી છે.

Advertisement

રાજકોટમાં આવા ખાડાઓના મોત બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલી પોલીસ પણ ગુનો નોંધી જવાબદાર હાઇવે ઓથોરિટી અને મહાનગરપાલિકા સામે એફઆઇઆર કરતી હોય છે. શહેરના પોલીસ અધિકારીઓ જણાવે છે કે રાજકોટ શહેરના આઇ વે પ્રોજેક્ટ હેઠળના તમામ કેમેરા પર પોલીસની બાજ નજર છે પરંતુ આવા ખાડાઓ પોલીસને કે રાજકોટ મહાનગરપાલિકાને દેખાતા નથી જે શહેર ના વોર્ડ નંબર 1 થી 18 માં કોઈપણ જગ્યાએ આ પ્રકારના ખાડાઓ રાજકોટના જાગૃત નાગરિકોને જોવા મળે તો રાજકોટ શહેર કોંગ્રેસ ના સિનિયર કોંગ્રેસ આગેવાનો પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મેઘજીભાઈ રાઠોડ (મો :- 83204 13448) ફરિયાદ સેલના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા (મો :- 94262 29396) પર ફોટા સાથે ફરિયાદ કરવા અનુરોધ કરાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement