શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા
જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ ધીમા પગલે યથાવત જળવાઈ રહ્યું છે. આજે શહેરના એક કેસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ એક કેસ નોંધાયો હતો. જે તમામ હોમ આઇસોલેસનમાં સારવાર હેઠળ છે. જામનગરમાં કોરોના નું સંક્રમણ ધીમા પગલે વધી રહ્યું છે. જામનગરના શહેરી વિસ્તાર માં આજે વધુ એક કેસ નોંધાયો છે. ખોડીયાર કોલોની વિસ્તારમાં આજે એક પુરુષ નો રિપોર્ટ પોઝિટિવ મળતાં તેમને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જામનગર તાલુકાના ભરતપુર ગામમાં પણ આજે એક પોઝિટિવ કેસ નોંધાયો છે. 40 વર્ષના પુરુષ ને કોરોના સંક્રમણ લાગુ પડતાં તેમને હોમ આઈસોલેશન માં રાખવામાં આવ્યા છે.
ઉપરાંત અગાઉ જોડિયા તાલુકા ના બાદનપર ગામ માં પણ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. આજ ની સ્થિતિ એ જામનગર શહેરમાં કુલ 20 એક્ટિવ કેસ છે. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં બે એક્ટિવ કેસ છે.