બોપલ અકસ્માત કાંડમાં બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ, PI સામે તપાસ
અમદાવાદમાં બેફામ બનેલા વાહન ચાલકો સામે સખત કાર્યવાહી કરવામાં નિષ્ફળ ઉચ્ચ અધિકારીઓએ નીચેના અધિકારીઓ પર કાર્યવાહી કરી છે. બોપલ-આંબલી રોડ પર અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સિરાજુદ્દીન યુનુસખાન અને કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ભરતસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ખ ટ્રાફિક પોલીસ સ્ટેશનના PSO રતિલાલ મોહનલાલ અને ઇન્ચાર્જ ઙઈં પી.એમ. મારવાડા સામે પણ તપાસ સોંપવામાં આવી છે.
ઘટના બાદ FSL બોલાવવામાં અને ફરિયાદ દાખલ કરવામાં વિલંબ અંગે કાર્યવાહી કરી પ્રાથમિક તપાસ સોંપાઈ છે. અમદાવાદ શહેરમાં બોપલ-આંબલી રોડ પર નબીરા રીપલ પંચાલે ઓડી કાર પૂરઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો ઘટના સ્થળે પહોંચેલા ટ્રાફિક પોલીસ અઈઙ ડી.એસ. પુનડિયાએ કહ્યું હતું કે આરોપીના બ્લડ સેમ્પલ લઈને ટેસ્ટ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. કાર પૂરઝડપે ચલાવી વાહનોને નુકસાન કર્યું છે.આરોપી જે કાર ચલાવી રહ્યો હતો એ કાર સાંથલ પાસે આવેલી શેન્કો વાલ પ્રાઇવેટ લિમિટેડના નામે છે. નબીરાએ સર્જેલા અકસ્માત મામલે તેનું લાઇસન્સ રદ્દ કરવા માટે રિપોર્ટ કરાશે.અગાઉ આ કારચાલકે સિગ્નલ ભંગ કર્યો છે જેના ઈમેમો મળેલા છે. ઉપરાંત 16-09-2024ના રોજ રીપલ પંચાલે જીપ કંપાસ ગાડીથી અકસ્માત સર્જ્યો હતો.આ મામલે ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી.