દેવભૂમિ દ્વારકાના બે પોલીસ અધિકારીઓનું DGPના હસ્તે સન્માન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા નિષ્ઠાવાન પી.આઈ. ગોહિલ તેમજ એ.એસ.આઈ. હરીશભાઈને ગાંધીનગર ખાતે યોજાયેલા ખાસ સમારોહમાં ડી.જી.પી. દ્વારા એવોર્ડ એનાયત કરાયો હતો.દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યમાં વર્ષ 2023 દરમિયાન પોલીસ અધિકારીઓ, સ્ટાફ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તાજેતરમાં ગાંધીનગરમાં પોલીસ એકેડેમી ખાતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલ.સી.બી. વિભાગમાં પી.આઈ. તરીકે નોંધપાત્ર કામગીરી કરી રહેલા કે. કે.ગોહિલ અને એ.એસ.આઈ. હરીશભાઈ મુળુભાઈ ગાજરોતરની સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના હસ્તે ડીજીપીથસ કોમોન્ડેશન ડિસ્ક (DGP’s Commendation Disk)ના એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં ગઈકાલે મંગળવારે ગાંધીનગરમાં પોલીસ અકાદમી ખાતેના અલંકરણ સમારોહ - 2023 માં તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તથા એ.એસ.આઈ. હરીશભાઈ ગાજરોતરને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિતના પોલીસ સ્ટાફ દ્વારા આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.