ધ્રોલ પંથકમાં 500 કિલો વીજતારની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
ચોરાઉ માલ સહિતની મતા કબજે કરાઇ
જામનગર જિલ્લા નાં ધ્રોલ પંથક મા દસેક દિવસ પહેલા 500 કિલો વીજ તાર ની ચોરી થવા પામી હતી. આ ગુના મા પોલીસે બે આરોપીઓ ને ઝડપી પાડ્યા છે.અને ચોરી નો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ધ્રોલ-રાજકોટ હાઇવે રોડ પર ની હાલાર હોટલ ની પાછળ આવેલ સ્ટોરમાથી અમુક ઇસમો રૂૂ.75 હજાર ની કિંમત નો 500 કિલો એલ્યુમીનીયમ નો વીજ તાર ચોરી કરી ગયા હતા.ગત તાં. 12 ની રાત્રે બનેલ આ બનાવ અંગે તાં.17 નાં પોલીસ મા ફરિયાદ નોંધાઈ હતી.
આ.અંગે ધ્રોળ પોલીસે સી સી ટી વી કેમેરા નાં ફૂટેજ તપાસ્યા હતા.તથા પોલીસ ને ખાનેગી રાહે બાતમી હકીકત મળેલ ઉપરોકત ગુન્હાના આરોપી એક બોલેરો પીક-અપ વાહનમાં ટંકારા થી ધ્રોલ તરફ આવનાર છે. જેથી ધ્રોલ નજીક નાં હરીપર ગામ પાસે હાઇવે રોડ પાસે વોચ ગોઠવી ને બાતમી મુજબ નું વાહન પસાર થતા તેને રોકી ને તલાસી લેતા તેમાંથી રૂૂ.75 હજાર ની કિંમત નો 500 કિલો વીજ તાર નો ચોરાઉ જથ્થો.મળી આવ્યો હતો.આથી પોલીસે પ્રીતમકુમાર ઉર્ફે પકો નાગજીભાઇ ચાઉં ( ઉં વ-32 , રહે . જંગી રોડ સામખીયારી તા.ભચાઉં જી.કચ્છ) તથા અર્જુન શીવરામભાઇ ખાંડેકા ( ઉ.વ. 19 . રહે. અંજાર જી.કચ્છ) ની ધરપકડ કરી હતી. આ .બંને આરોપીઓ સામે અગાઉ સામખીયારી મા ગુના નોંધાઈ ચુક્યા છે.પોલીસે આ અંગે ગુના મા બોલેરો પીક-અપ .નંબર જી જે 36 - વી - 1984 પણ કબ્જે કરી હતી. આરોપી ની પૂછપરછ માં અબુબકર અસગરઅલી સૈયદ (અંજાર) , લાલા ગોરધન દેવીપુજક (અંજાર) લાલા ગોરધન દેવી પુજક ના બે સાથીદારો ની પણ સંડોવણી ખુલવા પામી હતી. આખી પોલીસે આ ચારે આરોપીઓ ની પણ શોધખોળ હાથ ધરી છે.