બોટાદના વિઠલાપુર પાસેથી બે શખ્સો 1720 દારૂની બોટલ સાથે ઝડપાયા
પોલીસ સ્ટાફે બાતમીને આધારે કાર અટકાવી તલાસી લેતા દારૂનો જથ્થો નીકળ્યો, 7.31લાખનો
મુદ્દામાલ જપ્ત
વિઠલાપુર હાઇવે પરથી પસાર થતી કારને વિઠલાપુર પોલીસે રોકી તપાસ કરતા કારમાથી 2,04,076નો વિદેશી દારૂૂ મળી આવતા પોલીસે દારૂૂ સાથે 2 શખસને ઝડપી આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વિઠલાપુર પોલીસે વિઠલાપુર પોલીસ સ્ટેશનના પી.આઈ એસ.એસ.ચૌધરીએ કરેલ સૂચના અન્વયે એ .એસ . આઈ ગિરિરાજસિંહ દિલીપસિંહ , એ.એસ.આઈ. વિક્રમસિંહ ભગવતસિંહ, અ.હે.કો. ઉમેશકુમાર લાલભાઈ , અ.હે.કો. શ્રવણસિંહ ખેતસિંહ , અ.પો.કો. જયેન્દ્રસિંહ શાંતુભા તથા અ.પો.કો. છત્રસિંહ વિશુભા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચાર રસ્તા પાસે પહોચતા અ.હે.કો . રાજેન્દ્રસિંહ ભારતસિંહને બાતમી મળી હતી કે એક બ્રેઝા ગાડી જેનો નં. જીજે-08-બીએન-6018માં ઇંગ્લિશ દારૂૂનો જથ્થો ભરી બેચરાજી તરફથી વિઠલાપુર તરફ આવી રહી છે.
બાતમીના આધારે વિઠલાપુર ચોકડી પાસે બ્રેઝા ગાડી રોકી ગાડી ચેક કરતા ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂૂની નાની મોટી બોટલો નંગ 1720 જેની કુલ કિંમત રૂૂ. 2,04,076 તથા મોબાઇલ નંગ 2 જેની કિંમત રૂૂ. 27000 તથા મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા ગાડી જેની કિંમત રૂૂ. 5 લાખ મળી કુલ કિંમત રૂૂ. 7,31,076ના મુદ્દામાલ સાથે પકડી અમીનખાન અનવરખાન ( રાજસ્થાન ) , વીરારામ માનારામ ( રાજસ્થાન) સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.