For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીંછિયામાં નશાકારક સિરપ સાથે વેપારી સહિત બે શખ્સો ઝડપાયા

12:38 PM Aug 07, 2024 IST | Bhumika
વીંછિયામાં નશાકારક સિરપ સાથે વેપારી સહિત બે શખ્સો ઝડપાયા
Advertisement

વિંછીયામાં રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી રૂા.11,850ની કિંમતની 79 બોટલ નશાકારક શીરપ સાથે વેપારીની ધરપકડ કરી હતી જેની પુછપરછમાં કોરડા ગામના શખ્સે આ શીરપનો જથ્થો આપ્યો હોવાનું ખુલતાં તેની ધરપકડ કરાઈ હતી. પુછપરછમાં આ જથ્થો સુરેન્દ્રનગર સપ્લાયરે મોકલ્યો હોવાનું ખુલ્યું છે. જેની ધરપકડ માટે એસઓજીએ તપાસ શરૂ કરી છે.

ગ્રામ્ય એસઓજીની ટીમે વિંછીયાના સુર્યદીપ પેટ્રોલ પંપ પાસે આવેલ પ્રિયાંસી પાન અને કોલ્ડ્રીંકસ નામની દુકાને દરોડો પાડયો હતો જ્યાંથી પાડીયાદ રોડ પર રહેતા દુકાનના માલિક ભરત શામજી રાજપરાની ધરપકડ કરી હતી. દુકાનમાંથી 79 બોટલ નશાકારક શીરપ મળી આવ્યું હતું. આ અંગે ભરતની પુછપરછ કરતાં શિરપનો જથ્થો કોરડા ગામના અમીરાજ મેહુરભાઈ ખાચરે આપ્યો હોવાનું ખુલતાં પોલીસે અમીરાજને પણ ઝડપી લીધો હતો. જેની પુછપરછ કરવામાં આવતાં આ જથ્થો સુરેન્દ્રનગરના દાડવીલ રોડ ઉપર સાગર કચૌરી નામની દુકાન ચલાવતાં દિગ્વીજયસિંહ રાણા નામના શખ્સે સપ્લાય કર્યાનું ખુલ્યું હતું. હાલ એસઓજીએ આ મામલે શીરપના જથ્થાને ફોરેન્સીકમાં મોકલ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એફએસએલ કચેરી દ્વારા રાજકોટ દ્વારા પૃથ્થકરણ કરી આ શિરપના જથ્થામાં નશાનું પ્રમાણ કેટલું ? તે જાણવા મળશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement