રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોપાલ પાર્કમાં એક લાખના દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

05:33 PM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં અંકુરનગર મેઇન રોડ પર ગોપાલ પાર્કમાં એક મકાનમાં દારૂનો જથ્થો ઉતારાતો હોવાની બાત્તમી મળતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી દારૂની 384 બોટલ સહિત રૂા.4.23 લાખના મુદ્દામાલ સાંજે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવ અંગે દારૂનો જથ્થો કયાંથી લાવ્યા? તે પુછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement

બનાવની વિગતો અનુસાર, ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ ફીરોઝભાઇ શેખ, હીરેનભાઇ સોલંકી અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે બાત્તમીને આધારે મવડીના અંકુરનગર મેઇન રોડ ગોપાલ પાર્કમાં રહેતા મુસ્તાક કરીમ નોયડા મિત્ર પ્રતિક ઉર્ફે કાળીયો અરવિંદ પરમાર સાથે મળી ઇકો કારમાંથી મકાનમાં દારૂ ઉતારતા હોય જેથી દરોડો પાડી બંન્નેને ઇકો કાર અને વિદેશી દારૂની રૂા.1.09 લાખની અને ઇકો અને મોબાઇલ સહિત રૂા.4.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો કોણે આપ્યો? એ અંગે હાલ બંન્નેની પુછપરછ કરવા તજવીજ શરૂ કરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement