ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદથી ધોરાજી 1 લાખનું એમડી ડ્રગ્સ અને 4 હજારનો ગાંજા લઇ જતા બે શખ્સોની ધરપકડ

11:38 AM Aug 17, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

રાજકોટ ગ્રામ્ય એસઓજીનો બાતમીના આધારે ગોંડલ નજીક ભરૂડી હાઇવે ઉપર દરોડો

Advertisement

રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી અમદવાદથી 1 લાખનું એમડી ડ્રગ્સ અને 4 હજારના ગાંજા સાથે ધોરાજીના બે શખ્સોની ધરપકડ કરી રૂૂ.11.57 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગોંડલના ભરૂૂડી પાસેથી પસાર થતા ટ્રકને એસઓજીએ શંકાના આધારે રોકીને તલાશી લેતાં ડ્રાઈવરની સીટ પાછળથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્ઝ અને ગાંજો મળી આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે મહમંદ રમજાન લાખા તથા રફીકભાઈ હાલા રહે,બન્ને ધોરાજી પોતાના માલવાહક ટ્રક જેના રજી.નંબર-ૠઉં-14-ણ-1430 માં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખી ધોરાજી તરફ જઇ રહ્યા છે.

આથી ટીમ ભરૂૂડી પાસે એલસીબી ઓફિસ પાસે વોચમાં હતી ત્યારે આ ટ્રક પસાર થતાં તેને રોકીને તલાશી લેવામાં આવતાં ટ્રકની કેબીનમાં ડ્રાઇવરની સીટના પાછળના ભાગેથી મેફેડ્રોન ડ્રગ્સ તથા ગાંજો મળી આવતા ગોંડલ તાલુકા પોલીસે મહમદ રમજાન યુસુફભાઈ લાખા ઉ.વ-23 અને રફીક મહમંદ હાલાને ઝડપી લીધા હતા તેમજ તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 11.95 ગ્રામ જેની કિંમત રૂૂ.1,19,500 અને વનસ્પતિજન્ય માદક-પદાર્થ ગાંજો 454 ગ્રામ જેની કિંમત રૂૂ.4,540 તેમજ મોબાઈલ ફોન,રોકડ અને ટ્રક મળી કુલ 11,57,540નો મુદામાલ કબજે લીધો હતો. પુછપરછમાં ડ્રગ્સ અને ગાંજો અમદવાદથી લાવી ધોરાજી લઇ જતા હોય અમદવાદના સપ્લાયરની શોધખોળ શરુ કરી છે.

જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચના થી એસ.ઓ.જી. પીઆઇ એફ.એ.પારગી,પીએસઆઈ બી.સી.મિયાત્રા એએસઆઈ સંજયભાઈ નિરંજની, ચિરાગભાઇ કોઠીવાર,રઘુભાઇ ઘેડ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Tags :
alcoholcrimegondalgujaratgujarat news
Advertisement
Advertisement