સાધુ વાસવાણી રોડ પર ચોકીદાર આધેડ સહિત બેના હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકનો કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મૃત્યુ નીપજ્યા છે. સાધુ વાસવાણી રોડ પર નેપાળી ચોકીદારનુ અને ગોંડલ ચોકડી પાસેથી મળેલા તાલાલાનુ યુવાનનુ હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હતુ.જાણવા મળતી વિગત મુજબ મુળ નેપાળના અને હાલ સાધુ વાસવાણી રોડ પર અવધ એપાર્ટમેન્ટમાં સીકયુરીટી રૂમમાં રહેતા અને ચોકીદાર કરતા નંદેભાઇ ધનપતિ ઢોલી (ઉ.વ.49) નામના આધેડ આજે સવારે પોતાના ઘરે હતા.
ત્યારે એકાએક ઢળી પડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા ફરજ પરના તબીબે હાર્ટએટેકથી મોત થયાનુ જણાવ્યુ હતુ.બીજા બનાવમા ગોંડલ રોડ ચોકડી ઓવરબ્રીજ પાસેથી ગઇકાલે અજાણ્યા પુરૂષ બેભાન હાલતમા મળી આવતા સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા જયા તેમનુ મોત નીપજયુ હતુ. પોલીસ તપાસમા મૃતક તાલાલા ગીરના વિજયભાઇ નારણભાઇ વાળા (ઉ.વ. 40) હોવાનુ અને તેઓ એકાદ વર્ષથી ઘરેથી નીકળી રખડતુ ભટકતુ જીવન જીવતા હોવાનુ જાણવા મળ્યુ છે. તેમનુ મોત હાર્ટ એટેકથી થયાનુ જાણવા મળ્યુ છે.