For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર અને લાલપુરમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બે વ્યક્તિના મોત

12:34 PM Dec 05, 2025 IST | Bhumika
જામનગર અને લાલપુરમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બે વ્યક્તિના મોત

જામનગર નજીક દરેડ વિસ્તારમાં તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માત સર્જાયા હતા, જે બન્ને હિટ એન્ડ રન ના બનાવમાં એક મહિલા સહિત બે વ્યક્તિ કાળનો કોળિયો બની છે, અને બંનેના મૃત્યુ નીપજ્યા છે. સૌપ્રથમ બનાવ દરેડ નજીક બન્યો હતો. જ્યાં ડબલ સવારી બુલેટ મોટરસાયકલને પાછળથી એક ટ્રક ના ચાલકે ઠોકરે ચડાવતાં બુલેટ સવાર દંપતિ પૈકી પત્નીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પતિ ઈજાગ્રસ્ત બન્યા છે. આ ઉપરાંત બીજો અકસ્માત લાલપુર પંથકમાં બન્યો હતો, જ્યાં બે મોટરસાયકલ વચ્ચે ના અકસ્માતમાં એક બાઈક ચાલક ખેડૂત યુવાનનું હેમરેજ સહિતની ગંભીર ઇજા થવાથી કરૂૂણ મૃત્યુ નીપજ્યું છે.

Advertisement

સૌપ્રથમ અકસ્માતનો બનાવ જામનગર નજીક દરેડ હાઈવે રોડ પર બન્યો હતો ત્યાંથી બુલેટ મોટરસાયકલ લઈને પસાર થતાં સંજયભાઈ દુદાભાઈ ખૂંટી નામના 32 વર્ષના મેર યુવાન અને તેના પાછળ બેઠેલા પત્ની શાંતિ બહેન (32) કે જેઓના બુલેટ મોટરસાયકલને પાછળથી આવી રહેલા જી.જે.27 કે.જી. 6558 નંબર ના ટ્રક ના ચાલકે બુલેટને ટક્કર મારી દેતાં બુલેટ માર્ગ ઉપર ફંગોડાયું હતું , અને દંપતી ઇજાગ્રસ્ત બન્યું હતું.
જે પૈકી શાંતીબેનને વધારે ઈજા થતાં 108 નંબર ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત બુલેટ ચાલક સંજયભાઈ ખૂંટી એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ટ્રક ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અકસ્માતનો બીજો બનાવ લાલપુર પંથકમાં બન્યો હતો. લાલપુર તાલુકા ના ટેભડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ભીમશીભાઇ જેતશીભાઈ ડાંગર નામના 38 વર્ષના ખેડૂત યૂવાન પોતાનું મોટરસાયકલ લઈને લાલપુર થી નવી પીપર ગામે વાડીએ જવા માટે રોડ પર સાઈડમાં ઊભા હતા, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે.10 ડી.બી. 7745 નંબરના બાઈકના ચાલકે તેઓના બાઇકને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો, અને ખેડૂત યુવાન ભીમશીભાઈ ડાંગર નીચે પટકાઈ પડતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માત મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી કે બેરા તપાસ ચલાવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement