લીંબડી હાઇવે નજીકથી દારૂની 48 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
દારૂનો જથ્થો આપનાર અને ખરીદનારના નામ ખુલ્યા
લીંબડી હાઈવે નજીક થી વિદેશી દારૂૂની 48 નંગ બોટલો સાથે બે શખ્સો ઝડપાયા હતા. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે વિદેશી દારૂૂ તથા બે મોબાઈલ તથા એક બાઈક મળીને કુલ રૂૂપિયા 65, 700 નો મુદ્દામાલ કબ્જે કરીને ત્રણ શખ્સો વિરૂૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
લીંબડી પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી બે શખ્સ બાઈક પર વિદેશી દારૂૂનો જથ્થો લઈને લીંબડીથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા છે. તેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ વોચ રાખીને સચિન જીતેન્દ્રભાઈ વાઘેલા (રહે.વઢવાણ) તથા પારસ વિનોદભાઈ સોલંકી (રહે. સુરેન્દ્રનગર)ને ઝડપી પાડયા હતાં. બંને શખ્સો પાસેથી વિદેશી દારૂૂની 48 બોટલ કિ.રૂૂ. 5760, એક્ટિવા કિ.રૂૂ. 50,000 અને બે મોબાઈલ કિં.રૂૂ.10,000 મળીને કુલ રૂૂ.65,760નો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ આ દારૂૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે બાબતે પુછપરછ કરતાં રાહુલ (રહે. લીંબડી નદીકાંઠે) પાસેથી લાવ્યો હતો. પોલીસે દારૂૂનો જથ્થો ભરી આપનાર રાહુલ તથા ખરીદનાર સચિન વાઘેલા અને પારસ સોલંકી સહિત ત્રણેય શખ્સો વિરૂૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.