વડિયા કુંકાવાવ તાલુકામાં સાતમાંથી બે ગ્રામ પંચાયત સમરસ, પાંચમાં ચૂંટણી
12:21 PM Jun 12, 2025 IST | Bhumika
સમગ્ર રાજ્યમાં હાલ ગ્રામપંચાયત ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અમરેલી જિલ્લા ના ગ્રામીણ તાલુકા એવા વડિયા કુંકાવાવ માં સાત ગ્રામપંચાયત ની ચૂંટણીઓ યોજાનાર હતી. આ સાત ગ્રામપંચાયત માંથી બે ગ્રામપંચાયત બિનહરીફ (સમરસ ) બની હતી. આ સમરસ ગ્રામપંચાયત માં ખજૂરી ગ્રામ પંચાયત ના સરપંચ પદે કલ્પનાબેન હસમુખભાઈ વાળા અને જીથુડી ગ્રામપંચાયત ના સરપંચ પદે હિંમતભાઈ લવજીભાઈ રામાણીની બિન હરીફ વરણી થઈ છે. બાકી રહેલી પાંચ ગ્રામપંચાયત જેમા દેવલકી, ખાનખીજડીયા, માયાપદર, ભૂખલી સાંથળી,દડવા રાંદલ માં ચૂંટણી યોજાશે આ પાંચ ગ્રામપંચાયત માં હાલ સરપંચ પદ માટે 13(તેર) ઉમેદવારો મેદાન માં છે. જેમા સૌથી વધુ ખાન ખીજડીયા ગામમાં ચાર ઉમેદવારો મેદાન માં છે, દેવલકી માં ત્રણ અને માયાપદર માં બે,ભૂખલી સાંથળી માં બે અને દડવા રાંદલ માં બે ઉમેદવારો મેદાન માં છે.
Advertisement
Advertisement
