રાજકોટ-પોરબંદર બે નવી ટ્રેનનો શુક્રવારથી પ્રારંભ
ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે તાજેતરમાં ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી.
પોરબંદર સાંસદ ડો. માંડવિયાના સંનિષ્ઠ પ્રયાસો અને ભારત સરકારના ઝડપી નિર્ણયના પરીણામે આગામી 14મી નવેમ્બરથી એક સાથે આ બે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એક સાથે ચાર જિલ્લાના યતાયાતની આ સુવિધા સૌરાષ્ટ્રના વિકાસના અનેક નવા દ્વાર ખોલશે. અને લાખો મુસાફરોને મોટી રાહત મળશે. રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂૂટની મંજૂર થયેલી બે ટ્રેન પૈકી એક ટ્રેન ડેઇલી ચાલશે જ્યારે અન્ય એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ શરૂૂ થશે.
14મી એ નવી પ્રારંભ થઇ રહેલી ટ્રેનને લીલી ઝંડી આપી કેન્દ્રિય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂૂપાલા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા, વિવિધ વિસ્તારના ધારાસભ્યઓ સહિતના અગ્રણીઓ મુસાફરી પણ કરશે. કેન્દ્રીય મંત્રી ડો.માંડવિયા એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રેલ સેવામાં વધારો એટલે આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ વિસ્તારમાં કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે.
કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયાનું થશે ઠેરઠેર સ્વાગત સન્માન, ટ્રેનમાં બેસી મંત્રી રાજકોટથી પોરબંદર જશે. તાજેતરમાં પોતાના મતવિસ્તારમાં બે વિમાન સેવાનો પ્રારંભ કર્યો, હવે એક સાથે બે ટ્રેન ફાળવતા લોકોમાં સ્વાગત સન્માન માટે ઉત્સાહ બમણો થઈ ગયો છે.અત્યાર સુધી રાજકોટ પોરબંદર વચ્ચે એક ટ્રેન દોડતી હતી, હવે દરરોજ એક સાથે ત્રણ ટ્રેન દોડશે. પોરબંદરનો જમાનો ફરી આવશે તેવું જાહેરમાં બોલનારા કેન્દ્રીય મંત્રી ડો. માંડવિયાએ આ સાબિત કરી બતાવ્યું કે વિકાસના દ્વાર ખુલી ગયા છે.!