બાકીદારોની વધુ બે મિલકત સીલ, છ આસામીઓને જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગે રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ બે મિલ્કત સીલ કરી રહેણાકના બે નળ જોડાણો કાપી છ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ પર રૂા. 32.38 લાખની વસુલાત કરી હતી.
વેરાવિભાગ દ્વારા અયોધ્યા ચોક નજીક ધ વન વર્લ્ડ ફર્સ્ટ ફ્લોર બી ઘર નં-103 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.75,803, એરપોર્ટ રોડ મારૂૂતીનગર શેરી નં-1માં તુલસીવન અપાર્ટમેન્ટ સેકંડ ફ્લોર ફ્લેટ નં-20 ને નોટીસ સામે રિકવરી રૂૂ.50,000, જંકશન પ્લોટ 15-1 કવિતા અપાર્ટમેન્ટ ફર્સ્ટ ફ્લોર ફ્લેટ નં-101 ને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.72,871, ગ્રીન લેન્ડ ચોકડી નજીક શિવનગર શેરી નં-5 માં પિતૃકૃપા ને નોટીસ સામે રિકવરી રૂૂ.1.47 લાખ, અલકાપાર્ક મેઈન રોડ અલકાપાર્ક શેરી નં-1 પારુલ ગરદન પાછળ અમૃત જલ ને નળ-કનેક્શન કપાત સામે રિકવરી રૂૂ.54,050, ભાવનગર રોડ પટેલવાડી નજીક શિલ્પ કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર ઓફીસ નં-101 થી 104 ને નોટીસ સામે રિકવરી રૂૂ.6.20 લાખ, ભાવનગર રોડ કડવાભાનું કોર્નર ગુલમર્ગ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ ન-5 સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, ન્યુ થોરાળા વિસ્તારમાં 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.50,000, ન્યુ થોરાળા વિસ્તારમાં ભંગાર ડેલા પાસે 1-યુનીટને સીલ મારેલ, ન્યુ થોરાળા વિસ્તારમાં કુબલીયાપરા વિસ્તારમાં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, કોઠારીયા રોડ ડી -155 શેરી માં 1-યુનીટને નોટીસ સામે રિકવરી રૂૂ.23,210, અમદાવાદ હાઇવે જય ખોડીયાર હોટેલ નજીક ન્યુ નહેરુનગર માં પ્લોટ નં-74 સામે સીલની કાર્યવાહી કરી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નરશ્રી સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નરશ્રી સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજરશ્રી વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજરશ્રી મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજરશ્રી નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.