હાર્ટએટેકથી વધુ બે વ્યક્તિના હૃદય બંધ પડી ગયા
- મેટોડાના યુવક અને શ્યામનગરના પ્રૌઢને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો
રાજ્યમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધતા જઇ રહ્યા છે. કોઇ ચાળતા-ચાળતા ઢળી પડે છે. કોઇ સુઇ ગયા બાદ સવારે ઊઠતા જ નથી, જાનમાં જતી વખતે, સ્પોટર્સ રમતી વખતે યુવાનો ઢળી પડયાના અનેક કિસ્સાઓ અગાઉ બની ચૂક્યા છે.
ગઇકાલે રાજકોટમાં ત્રણ વ્યકિતનાં હૃદય બંધ પડી જતા મોત નીપજયા હતા.આજે વધુ બે વ્યકિતના હાર્ટએટેકથી મોત નીપજ્યા છે. રાજકોટમાં મેટોડામાં રહેતા 29 વર્ષના યુવક અને નાનામવા રોડ શ્યામનગરમાં રહેતા 53 વર્ષના પ્રૌઢનું હાર્ટએટેક આવતા મોત નીપજ્યુ હતુંં.વધુ વિગતો અનુસાર, મેટોડા જીઆઇડીસી ગેઇડ નં.1માં અંજલી પાર્કમાં રહેતા વિશાલ જયેશભાઇ શર્મા (ઉ.વ.29)નામનો યુવક પોતાના ઘરે હતો ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા તેમને અહીંની સિવિલ હોસ્પિટલે બેભાન હાલતમાં લાવતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતો. વિશાલ ત્રણ ભાઇમાં વચેટ અને પોતે મજુરી કરી પરિવારનુ ગુજરાન ચલાવતો હતો.
બીજા બનાવમાં નાનામવા રોડ શ્યામનગર-1માં રહેતા મહેશભાઇ નાથલાલ શુકલ (ઉ.વ.53)નામના પ્રૌઢ રાત્રીનાં પોતાના ઘરે બેભાન થઇ જતાં તેમને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. મહેશભાઇ તેઓ ફાયરબ્રિગેડમાં સિક્યોરીટીમાં કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરી કરતા હતાં. તેમને સંતાનમાં બે દીકરા છે અને ત્રણભાઇ એક બહેનમાં વચેટ હતા.જ્યારે ત્રીજા બનાવમાં રેલનગરમાં આવેલી મહર્ષી દયાનંદ સરસ્વતી ટાઉનશીપમાં રહેતા કાજલબેન પ્રફુલભાઈ નામના 27 વર્ષની યુવતી પોતાના ઘરે કીડનીની બીમારી સબબ કોઈ કારણસર બેભફાન થઈ જતાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ જોઈ તપાસી કાજલબેનને મૃત જાહેર કર્યા હતાં.