For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હૃદયરોગના હુમલાથી વધુ બેના શ્ર્વાસ થંભી ગયા

06:14 PM Feb 09, 2024 IST | Bhumika
હૃદયરોગના હુમલાથી વધુ બેના શ્ર્વાસ થંભી ગયા

પુનિતનગરમાં યુવાન અને ઈમ્પિરિયલ પેલેસમાં એનઆરઆઈ વૃધ્ધાનું હાર્ટએટેકથી મોત

Advertisement

રાજકોટમાં હૃદયરોગના હુમલાથી થતાં મૃત્યુના બનાવો ચિંતાનો વિષય બન્યો છે ત્યારે રાજકોટમાં વધુ બે વ્યક્તિના હૃદયરોગના હુમલાના કારણે શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પુનિતગનરમાં રહેતા યુવાન અને ઈમ્પીરીયલ પેલેસમાં એનઆરઆઈ વૃધ્ધાનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, 150 ફુટ રીંગ રોડ પર આવેલા પુનિતગનરમાં રહેતાં અશોકસિંહ ચંદુભા ચુડાસમા નામનો 37 વર્ષનો યુવાન પોતાના ઘરે સુતો હતો તે દરમિયાન નિંદ્રાધીન યુવકને અચાનક હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને જોઈ તપાસી ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક અશોકસિંહ ચુડાસમાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં યુ.કે.(લંડન)માં રહેતા કુસમબેન જયંતિભાઈ ખગરામ નામના 80 વર્ષના વૃધ્ધા યાજ્ઞિક રોડ પર આવેલી ઈમ્પીરીયલ હોટલના રૂમ નં.191માં હતાં ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હતું. મૃતક વૃધ્ધાના મૃતદેહને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement