સમિયાણી ટાપુ અને રૂપેણ બંદરે વધુ બે ક્ધટેનર મળી આવ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે ક્ધટેનર મળવાના બનાવ અવિરત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમિયાણી ટાપુ અને રૂૂપેણબંદર વિસ્તારમાં રવિવારે વધુ બે ક્ધટેનર દરીયા કિનારે જોવા મળી આવ્યા હતા. આ અગાઉ પણ 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન અનેક ક્ધટેનર સમુદ્ર તટીય વિસ્તારમાં મળી આવ્યા છે. આ ઉપરાંત અગાઉ વરવાળા તથા ધ્રેવાડ વિસ્તાર પાસે પણ આવા ક્ધટેનર મળી આવ્યા હતા.
આ ક્ધટેનરો અંગે તાત્કાલિક પોલીસ તથા મરીન એજન્સીએ દ્વારા કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ, કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ તેમજ અન્ય સંબંધિત એજન્સીઓની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ પર તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ક્ધટેનરમાં કોઈક પ્રકારના રાસાયણિક પદાર્થ હોઈ શકે છે. જે મધદરિયે કોઈ સ્ટીમર કે માલ વાહક જહાજમાંથી પડી ગયા બાદ આ તમામ ક્ધટેનર તણાઈને દ્વારકા દરીયા કિનારે આવી ગયા ભવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ક્ધટેનરોની અંદર શું છે તે જાણવા માટે સરકારી તંત્ર દ્વારા નિષ્ણાતોની મદદથી સાવધાનીપૂર્વક તપાસ હાથ ધરાઈ રહી છે. સુરક્ષાના હેતુસર વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે અને લોકોને કિનારે ન જવા માટે સુચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આવી જગ્યાઓથી વ્યાપક માત્રામાં બિનવારસુ ડ્રગ્સ મળવાના બનાવો પણ અનેક વખત બનવા પામ્યા છે. જિલ્લા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લોકો ભયભીત ન થાય, પરંતુ જો કિનારે કોઈ અજાણી વસ્તુ કે ક્ધટેનર જોવા મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.