બોટાદ કડદા કાંડમાં ‘આપ’ના નેતાઓ વિરૂધ્ધ વધુ બે ફરિયાદો નોંધાઈ
બોટાદ કડદા કાંડ મામલે અવાજ ઉઠાવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં એક સાથે 85 લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી. ખેડૂતોના કડદા વિરુધ્ધ અવાજ ઉઠાવનારા આપ નેતા રાજુ ભાઈ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરીયા, પિયુષ પરમાર, રમેશ મેર, સહીત 38 લોકોની જેલ ટ્રાન્સફર ભાવનગરથી રાજકોટ ખાતે કરવામાં આવી હતી.સાથે જ બાકીના ખડૂતોને અમરેલી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
અને આ સાથે જ હવે જેલમાં બંધ રાજુ કરપડા અને પ્રવીણ રામની સામે વધુ બે ફરિયાદ કરવામાં આવી છે. જેલમાં બંધ છતાં બંને નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચાલુ હતા. જેના કારણે બંને નેતાઓ વિરુદ્ધ વધુ બે ફરિયાદ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા જેલ તંત્રએ નોંધી ફરિયાદ. જેલમાં બંધ છતાં સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી અને લોકોને ગેરમાર્ગે દોરવાના આરોપ લગાવવામાં આવ્યા છે.
