લાલપુરમાં ધોળે દહાડે બે પરપ્રાંતીયો દારૂ ઢીંચી બેભાન હાલતમાં જાહેરમાં સૂતા મળી આવ્યા
જામનગર જિલ્લાના લાલપુરમાં મેઇન બજારમાં એક મેડિકલ સ્ટોર પાસે બે પર પ્રાંતીય જણાતા શખ્સો દારૂૂના નશામાં ચકચુર બનીને આવ્યા હતા, અને બન્ને ચિક્કારએ દારૂૂ પીધો હોવાથી માર્ગ પર જ ઢળી પડ્યા હતા. આ વેળાએ ત્યાંથી પસાર થતા કોઈ નાગરિકે તેનો વિડીયો બનાવી લીધો હતો. જે વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો, અને પોલીસ તંત્રને જાણ થવાથી પોલીસ ટુકડી બનાવના સ્થળે દોડી ગઈ હતી. પરંતુ તે સમયગાળા પહેલાં બન્ને નશાબાજો ઊઠીને પોબારા ભણી ગયા હતા.
આસપાસના લોકોના કહેવા મુજબ બંને શખ્સો પર પ્રાંતિય હોવાનું તેઓની બોલચાલ ની ભાષા પરથી જાણવા મળ્યું હતું, અને વધુ પડતો દારૂૂ પી લીધો હોય તેવી પરિસ્થિતિમાં ચાલી શકે તેમ ન હોવાથી થોડા થોડા અંતરે એકબીજાથી દૂર બને માર્ગ પર જ ઢળી પડ્યા હતા.
પરંતુ લોકોના ટોળા અને શોરબકોર સાંભળીને બંને ઊઠીને ભાગી છુટ્યા હતા. પોલીસ ટુકડીએ તેને શોધવા માટેની કવાયત શરૂૂ કરી હતી, અને બંને શખ્સો લાલપુર આસપાસના કોઈ ગ્રામ્ય વિસ્તારમાં વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા હોવાનું અનુમાન લગાવાયું છે. અને તે દિશામાં તેઓની શોધખોળ ચલાવવા આવી રહી છે. દારૂૂનો નશો કર્યા બાદ ખાવા માટે ગઈકાલે બપોરે લાલપુર ટાઉનમાં આવ્યા હોવાનું અનુમાન કરાયું છે.