For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુતિયાણા નજીક કાર અડફેટે બાઇક સવાર બે આધેડના મૃત્યુ

12:30 PM Jun 12, 2025 IST | Bhumika
કુતિયાણા નજીક કાર અડફેટે બાઇક સવાર બે આધેડના મૃત્યુ

પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર કુતિયાણા નજીક બેફામ કારચાલકે બાઇકને અડફેટે લેતા 2 લોકોના મોત કુતિયાણા બાયપાસ દેવાંગી હોટલ નજીક ચાર રસ્તા પાસે કારચાલકે જોરદાર ઠોકર મારતા બાઇકસવાર બન્ને રોડથી નીચે પટકાયા લીલીભાઇ ઓડેદરાનુ ઘટના સ્થળે મોત જયારે નાગાભાઇ ઓડેદરાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.

Advertisement

પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર અવાર નવાર ભયંકર માર્ગ અકસ્માતમાં લોકોના મોત થયાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે, ત્યારે કુતિયાણા નજીક બેફામ કારચાલકે બાઇકને અડફેટે લેતા 2 લોકોના મોત થયાની ઘટના સામે આવી છે.

પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા કુતિયાણા બાયપાસ દેવાંગી હોટલ નજીક આજે બપોરના સમયે અકસ્માત સર્જાયો હતો. કુતિયાણા નજીકના કાંસાબડ ગામે રહેતા લીલાભાઇ ઓડેદરા (ઉ.વ 53) અને નાગાભાઇ ઓડેદા (ઉ.વ 50)નામના વ્યકિત મોટરસાયકલ લઇ અને કુતિયાણા બાયપાસ રોડ પર હામદપરા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ચાર રસ્તા પાસે પુરપાટ આવતી કાર જીજે 04 સીઆર 8668ના ચાલકે મોટરસાયકલની જોરદાર ઠોકર મારતા મોટરસાયકલ પર સવાર બન્ને રોડથી નીચે પટકાયા હતા જેમાં લીલીભાઇ ઓડેદરાનુ ઘટના સ્થળે મોત થયુ હતુ. જયારે નાગાભાઇ ઓડેદરાને ગંભીર ઇજા પહોચતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement