For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગ્રીનલેન્ડ ચોકડીથી કોન્ટ્રાકટરને કારમાં બેસાડી બે શખ્સોએ લૂંટી અડધા લાખની મતા

05:18 PM Feb 28, 2024 IST | Bhumika
ગ્રીનલેન્ડ ચોકડીથી કોન્ટ્રાકટરને કારમાં બેસાડી બે શખ્સોએ લૂંટી અડધા લાખની મતા

મુળ રાજકોટના પરસાણાનગરમાં અને હાલ અમદાવાદના સાયન્સ સિટી રોડ પર વેદાંતશ્રીજી એન્કલેવમાં રહેતા ઈલેકટ્રીક પ્લામ્બીંગ અને ફાયર ફાઈટરના પ્લાન બનાવવાના કોન્ટ્રાકટર રોહિતભાઈ દિનેશકુમાર કરમચંદાણી નામના 30 વર્ષના કોન્ટ્રાકટર પોતાના કામ અર્થે રાજકોટ આવ્યા બાદ ગઈકાલે સાંજના સમયે અમદાવાદ જવા માટે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઉભા હતાં ત્યારે એક અલ્ટો-ટેન કાર આવી જેમાં રૂા.500ની ભાડાથી અમદાવાદ જવા બેઠા બાદ કારમાં બેઠેલા બે શખ્સોએ માલીયાસણ તરફ કાર અવાવરૂ જગ્યાએ લઈ જઈ રોકડ, આઈફોન અને એરબર્ડ સહિત રૂા.53000ની મતા લુંટી લઈ ઉતારી મુકતાં કુવાડવા પોલીસ મથકમાં લુંટ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
રોહિતભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પિતા નિવૃત્ત જીવન ગાળે છે અને તેમના પુના સાસરે રહેતા રૂચીરા બહેન (ઉ.28)ને સાસરીયાઓનો ત્રાસ હોય જેથી તેઓ ચારેક મહિનાથી પરસાણાનગરમાં કાકા ભરતભાઈને ત્યાં રિસામણે આવ્યા હતાં. ગઈકાલે બહેન સાથે જઈ મહિલા પોલીસ મથકમાં તેમના પતિ અને સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી અને મોડીરાત્રે અમદાવાદ જવા નીકળવાનું હોય જેથી કાકા હોસ્પિટલ ચોક સુધી વાહનમાં મુકી ગયા હતાં અને ત્યાંથી રીક્ષા કરી રોહિતભાઈ ગ્રીનલેન્ડ ચોકડી સુધી પહોંચ્યા હતાં. ગ્રીનલેન્ડ ચોકડી પાસે રોહિતભાઈ વાહનની રાહત જોતાં હતાં ત્યારે એક અલ્ટો-ટેન કાર તેની પાસે આવી ઉભી રહી હતી ત્યારબાદ તેમને અમદાવાદ તરફ જવાનું કહેતા તેઓએ સૌ પ્રથમ 500 રૂપિયા ભાડુ કિધું હતું ત્યારબાદ રોહિતભાઈએ 400 રૂપિયામાં નક્કી કર્યુ હતું. રોહિતભાઈ કારમાં બેઠા બાદ બન્ને શખ્સોએ કાર હંકારી રોહિતભાઈને માલીયાસણ નજીક ભારત ગેસ પ્લાન્ટ નજીક અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા અને બન્નેએ કારમાંથી ઉતરી પથ્થર બતાવી તેમની પાસે જે કંઈ પણ હોય તે આપી દેવા કહ્યું હતું અને જેથી રોહિતભાઈએ તેમની પાસે રહેલા રોકડા રૂપિયા 3500, રૂપિયા 40 હજારનું જેવીઆઈ કંપનીનું સીમકાર્ડ અને રૂા.10 હજારના એપલ કંપનીના એરબર્ડ બધુ લુંટી લીધું હતું.

Advertisement

ત્યારબાદ આરોપીઓ ધમકી આપી ત્યાંથી પરત રાજકોટ તરફ આવવાના રસ્તે ભાગી ગયા હતાં અને અવાવરૂ જગ્યાએ રોહિતભાઈને ઉતારી દેતાં ત્યાંથી નીકળેલા એક રાહદારી પાસેથી મોબાઈલ લઈ 100 નંબર પર કંટ્રોલરૂમમાં કોલ કરતાં કુવાડવા પોલીસનો સ્ટાફ આવી પહોંચ્યો હતો અને પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને પગલે કુવાડવા પોલીસ મથકના પીઆઈ વી.આર.રાઠોડ અને સ્ટાફે આ ટોળકીને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement