ધોરાજી-પોરબંદર હાઇવે ઉપર બાઇકમાં જોખરી સ્ટન્ટ કરનાર બે શખ્સોની ધરપકડ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને આધારે પોલીસે બને શખ્સોને દબોચી લીધા
રાજકોટના ધોરાજી-પોરબંદરને જોડતા નેશનલ હાઇવે રોડ પર કેટલાક બાઈક સવાર શખ્સો બેફામ બન્યા હોય અને આ યુવકોએ ધોરાજી-પોરબંદર હાઇવે રોડ ઉપર જીવના જોખમે જોખમી સ્ટન્ટ કર્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બન્ને શખ્સોને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. પકડાયેલા શખ્સોમાં ગોંડલનો નવાઝ દિલાવર પઠાણ અને ભોજપરાનો રાહુલ ભૂપત કુવાડીયા હોવાનુ જાણવા મળ્યુ છે.
ધોરાજી-પોરબંદરને જોડતા નેશનલ હાઇવે રોડ પર બાઈક સવાર બે શખ્સોએ જીવના જોખમે જોખમી સ્ટન્ટ કર્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક યુવકો ચાલુ બાઇક પર સૂઈ જઈને અથવા ઊભા રહીને સ્ટંટ કરી રહ્યા હતા. આ નબીરાઓ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ધોરાજી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બન્ને શખ્સોને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.
