ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુડ્સ ટ્રેનોના ભયંકર અકસ્માત અટકાવતા રાજકોટ ડિવિઝનના બે લોકો પાઇલોટનું સન્માન

04:59 PM Sep 02, 2025 IST | Bhumika
Advertisement

રેલવેની સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 2 કર્મચારીઓને રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના દ્વારા ડીઆરએમ ઑફિસ, રાજકોટ ખાતેના કોન્ફરન્સ રૂૂમમાં પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર રાજકોટ ડિવિઝનના ઇલેક્ટ્રિકલ (ટ્રેક્શન) વિભાગના કર્મચારીઓને મે અને જુલાઈ, 2025 મહિનામાં રેલવેની સલામતીમાં તેમના શ્રેષ્ઠ કાર્ય માટે આપવામાં આવ્યો છે. પુરસ્કાર મેળવનારા કર્મચારીઓમા ઉદય સિંહ મીણા (ગુડ્સ ટ્રેન લોકો પાઇલટ, મુખ્ય મથક-હાપા) અને અરુણ કુમાર પાંડે (ગુડ્સ ટ્રેન લોકો પાઇલટ, મુખ્ય મથક-હાપા) નો સમાવેશ થાય છે.

Advertisement

રેલવે કર્મચારી ઉદય સિંહ મીણાએ જાગૃત રહીને કામ કરતા સંભવિત અકસ્માતોને અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 19.05.2025ના રોજ મોડપુરથી મારવાડ જઈ રહેલી ગુડ્સ ટ્રેનની તપાસ દરમિયાન તેમણે એક વેગનમાં સેન્ટર બફર કપલર પિન (જે બે વેગનોને એકબીજા સાથે જોડી રાખે છે) તૂટેલી જોઈ અને તાત્કાલિક પગલાં લીધા હતાં.

રેલવે કર્મચારી અરુણ કુમાર પાંડેએ 27.07.25ના રોજ હાપાથી મોડપુર જઈ રહેલી ગુડ્સ ટ્રેનમાં ફરજ દરમિયાન મોડપુર સ્ટેશન પર કાંટા નંબર 129માં અસામાન્યતા જોઈ અને તેમણે તરત જ ટ્રેન રોકીને એક મોટી દુર્ઘટના થતી અટકાવી. તેમણે તાત્કાલિક ફરજ પરના સ્ટેશન માસ્ટરને જાણ કરી, ત્યારબાદ સ્ટેશન માસ્ટરે આગળની કાર્યવાહી શરૂૂ કરી. આમ, આ બંને કર્મચારીઓએ ફરજ પ્રત્યે નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને તેમની સતર્કતાથી એક સંભવિત અસામાન્ય ઘટના ટળી ગઈ. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ સેફટી અધિકારી રમેશચંદ મીણા અને વરિષ્ઠ ઘિડવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટીઆરડી) જીતેન્દ્ર કુમાર મંગલ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
goods train accidentsgujaratgujarat newsLoco pilotsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement