રાજકોટમાં બકાલાના વેપારી સહિત બે જિંદગી ધબકારા ચૂકી ગઇ
વતનમાં તહેવારની રજા માણી પરત ફરતા રાજકોટના યુવાનનું વાકાંનેર નજીક ટ્રેનમાં બેભાન થતા મોત
રાજકોટ શહેરની ભાગોળે ચાલુ ટ્રેને વતનથી પરત આવતો શ્રમિક બેભાન થઈ જતા સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બેડી પરા ફાયર બ્રિગેડ પાસે રહેતા યુવાનનું છાતીમાં દુખાવો થતા મોત થયું હતું.પ્રથમ બનાવમાં બેડીપરા નજીક મનહરપરામાં રહેતા સંજયભાઈ બચુભાઈ કુકાવા (ઉ.વ.43) ગઈકાલે બપોરે ઘરે હતા ત્યારે છાતીમાં દુ:ખાવો થવાની ફરિયાદ કરી બેભાન થઈ ગયા હતા. તેમને તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોકટરે મૃત જાહેર કર્યાં હતા.સંજયભાઈ ચા ની હોટલમાં કામ કરતા હતા તેમજ તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.તેઓ પોતે બે ભાઈમાં નાના હતા.
બીજા બનાવમાં રાજકોટ રહેતો અને મૂળ યુપી આઝાદઅલી અલીહસન (ઉ. વ. 41) વતનમા તહેવારની રજાઓ માણી પરત રાજકોટ આવતા હતા. ત્યારે ટ્રેનમાં વાંકાનેર નજીક બેભાન થઈ ગયા હતા.ટ્રેનમાં તેની સાથે રહેલા પરિવારજનો તેમને રાજકોટ રેલવે સ્ટેશન ખાતે લાવ્યા હતા અને અહીં તેમને સ્ટેશન પર જ ડોકટરે તપાસી મૃત જાહેર કર્યાં હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ,આઝાદ અલી રાજકોટમાં મજૂરી કામ કરતા. તેઓ રજા હોવાથી વતનમાં ગયા હતા ત્યાંથી પરત ફરતા હતા ત્યારે રસ્તામાં ચાલુ થઈને બેભાન થઈ ગયા હતા. રાજકોટ રેલવે પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડવા તજવીજ કરી હતી.
ત્રીજા બનાવમાં ભગવતીપરાના અયોધ્યા પાર્કમાં રહેતા હિતેષભાઈ બાલાભાઈ રાઠોડ (ઉ.વ.50) ગઈકાલે સાંજે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.અહીં ડોકટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.હિતેષભાઈ રાજકોટ મહાનગર પાલિકામાં કાયમી સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા.તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે.તેઓ પોતે ચાર ભાઈમાં ત્રીજા નંબરના હતા.તેમને ટીબી સહિતની બીમારી હતી.જ્યારે ચોથી ઘટનામાં માયાણીનગર પાસે આવેલા રામજીનગર નજીક રહેતા ઘનશ્યામભાઈ રૂૂપશીભાઈ પરમાર નામના 54 વર્ષના પ્રૌઢ ગઈકાલે લક્ષ્મીનગરમાં માર્કેટમાં શાકભાજી વેંચતા હતા ત્યારે અચાનક બેભાન થઈ જતા તેમનું મોત નીપજ્યું હતું.
