For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇ-ધરા શાખાના બે લાખ બેંકમાં ભૂલાઇ ગયા !

04:12 PM Nov 15, 2025 IST | admin
ઇ ધરા શાખાના બે લાખ બેંકમાં ભૂલાઇ ગયા

દેશના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓકટોબરથી ડિસેમ્બર ર02પ દરમિયાન નાણાકીય ક્ષેત્રમાં દાવા વગરની સંપત્તિના સરળ અને ઝડપી સમાધાન માટે લીડ બેંક, રાજકોટની આગેવાની હેઠળ તમારી મૂડી, તમારા અધિકારો વિષયક નાણાકીય જાગૃતિ કેમ્પનું આયોજન એન્જિનિયરિંગ એસોસિએશન હોલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે ધારાસભ્ય દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ અભિયાનમા કલેકટર હસ્તકની ઇ - ધરા કચેરીને પણ બેંકમા ભુલાઇ ગયેલા બે લાખ પરત અપાયા હતા.

Advertisement

ભારત સરકારના નાણા મંત્રાલયના જણાવાયા મુજબ તા. 30/06/2025 સુધી રૂૂ. 67,000 કરોડની અન્કલેઇમ્ડ રકમ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા પાસે જમા છે. SEBI, PFRDAઅને IRDA પાસે રુ. 1,85,000 કરોડથી વધુ રકમ વિવિધ ખાતાઓમાં અનક્લેઇમ્ડ સ્વરૂૂપે પડી છે.

ધારાસભ્ય દર્શિતાબેન તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને સેટલમેન્ટની રસીદોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં કુલ 565 ખાતેદારોને કુલ રૂૂ. 4.22 કરોડની રકમ વિવિધ બેંકો દ્વારા પરત કરવામાં આવી હતી. તે ઉપરાંત, LIC (એલ.આઇ.સી.) દ્વારા રૂૂ. 9.65 લાખની રકમ સીધી જ લાભાર્થીઓને પરત કરવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા પ્રતિનિધિ સચિન પાટીદારે જણાવ્યું હતું કે, નાણાં વિભાગ હસ્તકની જુદી જુદી સંસ્થાઓ જેવી કે પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી, ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ, ભારતીય સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ, ભારતીય જીવન વીમા નિગમ સહિતની અન્ય સંસ્થાઓ પાસે રૂૂ. 1 લાખ 85 હજાર કરોડ જેટલી જૂની, નિષ્ક્રિય અથવા ભૂલાઈ ગયેલી થાપણો પડી છે. 10 વર્ષ બેંક ખાતાનો ઉપયોગ ન થાય તથા તેમાં વારસદારનો ઉલ્લેખ ન હોય તેવા ખાતામાં રહેલી રકમ રિસર્વ બેન્ક પાસે જમા થાય છે. જે પરિવારના કોઈ સદસ્યનું ખાતું બેંકમાં છે અને તેના નાણાં લેવાના બાકી છે તેઓએ આર. બી. આઈ. ના ઉદગમ પોર્ટલ તથા શેરબજાર કે મ્યુચુઅલ ફંડમાં કરેલ રોકાણની વિગતો મેળવવા માટે મિત્ર પોર્ટલ પર લોગઇન કરવાનું રહેશે.

આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાની તમામ બેન્ક, એલ.આઈ.સી. તથા વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા ગ્રાહકોને શોધી તેમની ખરાઈ કરી રૂૂ. 139 કરોડની રકમ ગ્રાહકોને પરત આપવાની શરૂૂઆત કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કલેકટરની ઈ-ધરા શાખાને પણ રૂૂ. 2 લાખ થી વધુની રકમ પરત કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement