આણંદના તારાપુરમાં રોંગ સાઇડમાં આવતી ખાનગી બસે બાઇકને ઉડાડતા બેનાં મોત
આણંદના તારાપુરમાં રોંગ સાઈડમાં આવતી લકઝરી બસે બે લોકોને કચડયા હોવાની વાત સામે આવી છે જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે, રમોદડી અંડરપાસ પાસે આ ઘટના બની હતી,રમોદડી અંડરપાસ પાસે લકઝરી બસે અકસ્માત સર્જયો હતો,અકસ્માતમાં બાઈકસવારનું માથું ધડથી અલગ થઈ ગયું હતુ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.
આણંદના તારાપુરમાં અકસ્માતમાં બાઈક પર સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે,હોટેલ પરથી રમોદડી તરફ બસ રોંગ સાઈડ જતી હતી અને બાઈકસવારોને ઉડાવ્યા હતા,તારાપુરની એક હોટેલ પરથી રમોદડી ફાટક તરફ રોંગ સાઈડમાં જતી લક્ઝરી બસની અડફેટે બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે,1 પુરુષ અને એક મહિલાનું મોત થયું છે.મરણ જનારના મૃતદેહને પેટલાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પીએમ અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા છે.
19 ઓક્ટોબરે તારાપુરથી રમોદડી બ્રિજ તરફ 4 કિમી રોંગ સાઈડમાં ચાલતી લક્ઝરી બસનો અહેવાલ પ્રસિદ્ધ થવા છતાય તંત્ર ઉંઘતું રહ્યું અને કોઈ કામગીરી કરી નહી,આટલા મોટા બ્રિજ પર નથી કોઈ સીસીટીવી કેમેરા તો નથી કોઈ પોલીસની સુરક્ષા તો હાઇવે ઓથોરિટી, પોલીસ અને ખાનગી હોટેલ માલિકો ની સાંઠગાંઠ હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યાં છે,પેટલાદ અને તારાપુર પોલીસ સહિત આર.ટી.ઓ આણંદ પર ઊઠી રહ્યા છે.