For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડમાં બે માસૂમ બાળકો રમતાં રમતાં પાણીના ટાંકામાં પડ્યા: એકનું મોત

12:25 PM Aug 31, 2024 IST | admin
કાલાવડમાં બે માસૂમ બાળકો રમતાં રમતાં પાણીના ટાંકામાં પડ્યા  એકનું મોત

અન્ય બાળકને સારવાર અર્થે ખસેડાયો, સબિયતમાં સુધારો

Advertisement

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં કાશ્મીર પરા વિસ્તારમાં રહેતા બે માસુમ બાળકો કે જેઓ નજીકની એક સોસાયટીમાં રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી ગયા હતા, જે પૈકી એક બાળકનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે બીજા બાળકનો બચાવ થયો છે. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.

આ બનાવની હકીકત એવી છે કે કાલાવડમાં કાશ્મીર પરા વિસ્તારમાં રહેતા આબેદીન જાવીદભાઈ ચૌહાણ નો 7 વર્ષનો પુત્ર ન જેનુલ તેમજ તેના પાડોશમાં જ રહેતો મુસ્તફા સરફરાજ નામનો 6 વર્ષનો અન્ય એક બાળક કે જેઓ બને નજીકમાં જ આવેલી અમીરપીર -2 સોસાયટીમાં રમતા હતા. જ્યાં નવા બંધાઈ રહેલા સીદીક નૂરમામદભાઈ નામના વ્યક્તિના નવા મકાનના ભોતળિયાના પાણીના ટાંકામાં અકસ્માતે પડી ગયા હતા, અને તેમાં જેનુલનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

Advertisement

જેની સાથે જ ટાંકામાં પડેલા મુસ્તૂફા નામના અન્ય એક બાળકને બચાવી લેવાયો હતો, અને તેને સૌ પ્રથમ કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે તેની તબિયતમાં સુધારો થઈ જતાં રજા આપી દેવામાં આવી છે.

આ બનાવને લઈને જેનુલના પરિવારમાં ભારે માતમ છવાયો હતો. જે અંગે પોલીસને જાણ કરાતાં કાલાવડના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.વી. ઝાપડિયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને બાળકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement