ભાવનગરમાં બાંધકામની સાઇટ ઉપર RMCનો ટ્રક પલટી ખાતા બે ઇજાગ્રસ્ત
ભાવનગરના ઘોઘા સર્કલ નજીક બની રહેલા બિલ્ડીંગની સાઈટ પર આરએમસી નો ટ્રક પલટી ખાઈ જતા બે લોકો દબાયા હોવાની આશંકાએ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી .દરમિયાન ફાયર બ્રિગેડના સ્થાપી કરી ઇજાગ્રસ્ત બે લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયેલ હોવાનું જાણવા મળેલ છે.
આજે સવારે બનેલા આ બનાવ ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના ઘોઘા સર્કલ લીંબડીયું વિસ્તારમાં દામાભાઈ ની હોટલ ની સામે બની રહેલ બાંધકામની સાઈટ પર આર એમ સી નો ટ્રક નંબર લષ 03 બીજ 3633 પલટી મારી જતા ખાડામાં પડ્યો હતો.
આ બનાવવાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવવાની જાણ થતા જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડ નો સ્ટાફ ઘટના દોડી આવ્યો હતો. ટ્રકની સાથે બે વ્યક્તિ દબાવ્યા હોવાની આશંકાએ ફાયર બ્રિગેડના સ્ટાફે રેસ્ક્યુ કરી ખાડામાં પડી ગયેલ ટ્રકની નીચેથી થી ઇજાગ્રસ્ત બે વ્યક્તિઓ ને બહાર કાઢી તાત્કાલિક 108 મારફત સર. ટી. હોસ્પિટલ ખસેડાયેલ છે. આ બનાવને પગલે લોકોના ટોળા મોટી સંખ્યામાં બનાવ સ્થળે પડ્યા હતા.