વડિયામાં વીજપોલ સાથે ટ્રક અથડાતા બે કટકા, જાનહાની ટળી
12:30 PM Sep 19, 2025 IST | Bhumika
જેતપુર તરફ થી હાઈટ થી ઉપર ભરેલા ટ્રક અમરેલી તરફ જતા હતા ત્યારે વડિયાના આંબેડકર નગર પાસે બસ સામે આ મોટી દુર્ઘટના બનતા રહી ગઈ. જાણવા મળતી વિગતો મુજબ અમરેલી તરફ જતા ટ્રક ટ્રેકથી ઉંચે હાઈટમાં કોઈ વસ્તુ ભરેલી હતી સામે બસ આવતા ઓછા પહોળા રસ્તામાં ટ્રક સાઈડ માં લેવા જતા ચાલુ વીજ પોલ નો ભાગ ટ્રક સાથે ભરાયો હતો.
Advertisement
અને માનવ વસવાટ વાળા વિસ્તાર માંથી પસાર થતા મુખ્ય રોડ પર પોલ ભાગતા સદનશીબે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.આ ઘટના બનતા આ વિસ્તાર માં વસવાટ કરતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને થોડીવાર ટ્રાફિક જામ ના દ્રષ્યો પણ જોવા મળ્યા હતા.આ ઘટનાની જાણ થતા પીજીવીસીએલ ની ટીમ વીજ પ્રવાહ બંધ કરી ઘટના સ્થળે પહોંચી ને તુરંત કામગીરી શરુ કરી હતી.
(તસ્વીર : ભિખુભાઈ વોરા)
Advertisement
Advertisement