ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટંકારા અને લોધિકા પંથકમાં ઝેરનાં પારખાં કરનાર સગીરા સહિત બેના સારવારમાં મોત

04:41 PM Sep 07, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

ગોંડલ પંથકમાં ત્રણ યુવાને આપઘાતના પ્રયાસ કરતા સારવારમાં ખસેડાયા

Advertisement

આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોની ઘટના વધી રહી હોય તેમ દરરોજ અનેક લોકો આત્મઘાતી પગલાં ભરતા હોવાની અનેક ઘટના સામે આવી રહી છે. ત્યારે ટંકારાના સજનપરમાં સગીરાએ અને લોધિકામાં શ્રમિક યુવાને કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા બંને પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ટંકારાના સજ્જન પર ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી નિરાલીબેન પપ્પુભાઈ ડામોર નામની 16 વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેણીને તાત્કાલીક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં સગીરાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી હતી. બીજા બનાવમાં મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ લોધિકામાં ખેત મજૂરી મરતા છોટુ ધુલિયાભાઈ વસુનીયા નામના 34 વર્ષના યુવાને ત્રણ દિવસ પૂર્વે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવારમાં મોત પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક છોટુ વસુનીયા ત્રણ ભાઈ છ બહેનમાં વચ્ચેટ હતો. અને તેના છૂટાછેડા થઈ ગયા હતા અને છોટુ વસુનીયાએ દારૂના નશામાં દવા પી લેતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં ગોંડલ પંથકમાં ત્રણ યુવાને કોઈ અગમ્ય કારણસર આપઘાતના પ્રયાસ હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગોંડલમાં સેન્ટ્રલ જેલ સામે ક્વાર્ટરમાં રહેતા શ્યામ મહેશભાઈ દુધરેજીયા (ઉ.વ.35)એ ફિનાઈલ, ગોંડલના હડમતીયા ગામે મનસુખભાઈની વાડીએ ખેત મજૂરી કરતા અજય મંગુભાઈ મસાડીયા (ઉ.વ.20) અને મોટી ખીલોરી ગામે કિશોરભાઈની વાડીએ કેશરામ જેરામભાઈ ચૌહાણ (ઉ.વ.20)એ ઝેરી દવા પી લીધી હતી. ત્રણેય યુવકને ઝેરી અસર થતા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsmorbisuicide
Advertisement
Advertisement