પાંચ હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ એફસીઆઈના તત્કાલીન એન્જિનિયર સહિત બેને 3 વર્ષની સજા
રાજકોટ એફસીઆઈના પૂર્વ સીવીલ એન્જિનિયર અને તેના સાગરીતને સીબીઆઈ કોર્ટે ત્રણ વર્ષની સજા અને 40 હજારનો દંડ ફટકાર્યો હતો. 11 વર્ષ પૂર્વે લાંચ લેતા ઝડપાયેલા રાજકોટ એફસીઆઈના તત્કાલીન સીવીલ એન્જિનિયર અને તેના સાગરીતે લાંચ માગી હોય તેમાં સીબીઆઈએ આ કેસની સુનાવણી કરીને બન્નેને સજા ફટકારી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ એફસીઆઈમાં અગાઉ ફરજ બજાવતા અને હાલ ફરજ મોકુફ કરાયેલા સિવિલ એન્જિનિયર યોગેશ હરિવંદન પટેલ તેમજ તેના સાગરીત ખાનગી વ્યક્તિ પૂનિત જયસુખ સોલંકીને પાંચ હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતાં. 23-12-2012ના રોજ આ મામલે સીબીઆઈએ ગુનો દાખલ કરી અને પૂર્વ એન્જિનિયર યોગેશ અને પુનિત સોલંકી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી બન્નેની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ સીબીઆઈ કોર્ટમાં ચાલી જતાં રાજકોટ એફસીઆઈના તત્કાલીન સિવિલ એન્જિનિયર યોગેશ હરિવદન પટેલ અને તેના સાગરીત પુનિત જયસુખ સોલંકીને સીબીઆઈ કોર્ટે ત્રણ વર્ષની સજા અને 40 હજારનો દંડ ફટકાર્યો છે. આ બન્ને એફસીઆઈના કોન્ટ્રાક્ટરના બીલ પાસ કરવામાટે રૂા. પાંચ હજારનીલાંચ માગી હતી. જે બાબતે સીબીઆઈમાં થયેલી ફરિયાદના આધારે સીબીઆઈએ છટકુ ગોઠવીને બન્નેને લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ આ કેસનો 11 વર્ષે ચુકાદો આવતા બન્નને ત્રણ વર્ષની સજા ફટકારી છે.