For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીંબડી-ધંધુકા હાઇવે પર ટેન્કરે રિક્ષાને ઉલાળતાં મહિલા સહિત બેનાં મોત

11:49 AM Mar 13, 2025 IST | Bhumika
લીંબડી ધંધુકા હાઇવે પર ટેન્કરે રિક્ષાને ઉલાળતાં મહિલા સહિત બેનાં મોત

લીંબડી-ધંધુકા હાઈવે પર ડુંગર તલાવ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. ટેન્કર અને રીક્ષા વચ્ચે થયેલી અથડામણમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે. મૃતકોમાં બોરણા ગામના 70 વર્ષીય પ્રવીણસિંહ બાપાલાલસિંહ રાણા અને 52 વર્ષીય દેવુબેન ઘનશ્યામભાઈ મેટાલીયાનો સમાવેશ થાય છે.

Advertisement

અકસ્માતમાં અન્ય પાંચ વ્યક્તિઓને ઈજા થઈ છે. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. આના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement