For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેપારીને કારમાં બેસાડી લૂંટ ચલાવનાર બે રીઢા ગુનેગાર ઝડપાયા

05:25 PM Feb 29, 2024 IST | Bhumika
વેપારીને કારમાં બેસાડી લૂંટ ચલાવનાર બે રીઢા ગુનેગાર ઝડપાયા

મુળ રાજકોટના પરસાણાનગરમાં અને હાલ અમદાવાદના સાયન્સ સિટી રોડ પર વેદાંતશ્રીજી એન્કલેવમાં રહેતા ઈલેકટ્રીક પ્લામ્બીંગ અને ફાયર ફાઈટરના પ્લાન બનાવવાના કોન્ટ્રાકટર રોહિતભાઈ દિનેશકુમાર કરમચંદાણી નામના 30 વર્ષના વેપારી પોતાના કામ અર્થે રાજકોટ આવ્યા બાદ કામ પૂરું કર્યા બાદ અમદાવાદ જવા માટે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઉભા હતાં ત્યારે એક અલ્ટો-ટેન કાર આવી જેમાં બેઠા બાદ કારમાં બેઠેલા બે શખ્સોએ માલીયાસણ તરફ કાર અવાવરૂ જગ્યાએ લઈ જઈ રોકડ, આઈફોન અને એરબર્ડ સહિત રૂા.53000ની મતા લુંટી ઉતારી મુકતાં કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવમાં કુવાડવા પોલીસના પીઆઇ વી.આર.રાઠોડ અને સ્ટાફે બે શખ્સોની ધરપકડ કરી હતી.

Advertisement

રોહિતભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમના પિતા નિવૃત્ત જીવન ગાળે છે.તેઓ પારિવારિક કામ અર્થે રાજકોટ આવ્યા બાદ અને મોડીરાત્રે અમદાવાદ જવા નીકળવાનું હોય જેથી તેઓ ગ્રીનલેન્ડ ચોકડી સુધી પહોંચ્યા હતાં.ગ્રીનલેન્ડ ચોકડી પાસે રોહિતભાઈ વાહનની રાહ જોતાં હતાં ત્યારે એક અલ્ટો-ટેન કાર તેની પાસે આવી અને રોહિતભાઈએ 400 રૂપિયામાં ભાડું નક્કી કર્યુ હતું.રોહિતભાઈ કારમાં બેઠા બાદ બન્ને શખ્સોએ કાર હંકારી રોહિતભાઈને માલીયાસણ નજીક ભારત ગેસ પ્લાન્ટ નજીક અવાવરૂૂ જગ્યાએ લઈ જઇ તેની પાસેથી રોકડા રૂપિયા 3500, રૂપિયા 40 હજારનું જેવીઆઈ કંપનીનું સીમકાર્ડ અને રૂા.10 હજારના એપલ કંપનીના એરબર્ડ બધુ લુંટી લીધું હતું.

આ ઘટનાને પગલે કુવાડવા રોડ પોલીસના સ્ટાફે તેની પાસે જઈ તેની ફરિયાદ પરથી લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પી.આઈ. વી.આર. રાઠોડ અને પીએસઆઈ બી.વી. ભગોરા,એએસઆઈ મોહિતભાઈ કુંભારવાડિયા,વિરદેવસિંહ જાડેજા,વિક્રમભાઈ ગરચર સહિતના સ્ટાફે કાર નંબરના આધારે તપાસ આગળ ધપાવી લૂંટમાં સંડોવાયેલા બંને આરોપીઓમાં સંજય ઉર્ફે સંજુ હીરાભાઈ પરમાર (ઉ.વ.20) અને જીગર ઉર્ફે જીગો અનિલ પરમાર (રહે.બંને નવા થોરાળા)ને ઝડપી લીધા હતાં.પોલીસે જણાવ્યું કે આરોપી જીગર આ અગાઉ દારૂ, મારામારી,છેડતી અને બાઈક ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement