For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટણવાવ પંથકમાં જુગારના બે દરોડા: 7 પત્તાંપ્રેમીની ધરપકડ

12:08 PM Sep 12, 2024 IST | admin
પાટણવાવ પંથકમાં જુગારના બે દરોડા  7 પત્તાંપ્રેમીની ધરપકડ

બન્ને દરોડામાં 41 હજારનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ

Advertisement

પાટણવાવ પંથકમાં જુદા જુદા બે સ્થળે પોલીસે જુગારના બે દરોડા પાડી સાત પત્તાપ્રેમીને ઝડપીલીધા હતાં. પોલીસે બન્ને દરોડામાં 41 હજારની રોકડ કબ્જે કરી હતી.

પ્રભાસપાટણ પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.વી. પટેલની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પ્ર।પાટણ પોલીસ સ્ટેશનના માણસો પો.સ્ટે.માં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે પ્ર.પાટણ રામરાખ ચોક પાછળ આવેલ ફનિસા ગલીમાં જાહેરમાં જુગારની રેઈડ કરી જુગારધારા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. જુગાર રમતા પરેશભાઈ ભગુભાઈ ગાવડીયા (રહે. પ્ર.પાટણ, નાના કોળી વાડા, તા. વેરાવળ), ભગવાનભાઈ અરજણભાઈ પંપાણીયા (રહે. ભાલપરા, વૃંદાવન સોસાયટી) અને કલ્પેશભાઈ ભગવાનભાઈ ગઢિયા (રહે. પ્ર.પાટણ નાના કોળી વાડા, તા. વેરાવળ)ને ઝડપી લીધા હતા અને રૂા. 17,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

બીજા દરોડામાં પ્ર.પાટણ પીપળીની કાદી ગરબીચોકની બાજુમાં રહેતા રાયસીભાઈ વરજાંગભાઈ વાસણના રહેણાંક મકાને જુગારની રેઈડ કરી જુગાર રમતા રાયસીંભાઈ વરજાંગભાઈ વાસણ (રહે. પ્રપાટણ પીપળીની કાદિ ગરબી ચોકની બાજુમાં તા.વેરાવળ), ડાયાભાઈ ગોવિંદભાઈ ગઢિયા (રહે. પ્ર.પાટણ બાયપાસ કૃતિ હોટલ સામે તા. વેરાવળ), પ્રકાશ જાદવ વાસણ (રહે. પ્ર.પાટણ પીપળીની કાદી ગરબી ચોક તા.વેરાવળ) અને રામભાઈ ગોવિંદભાઈ ગઢિયા (રહે. પ્ર.પાટણ બાયપાસ કૃતિ હોટલ સામે તા. વેરાવળ)ને ઝડપી લીધા હતાં. અને 24175નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement