For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીમાં કાર અને બાઈકની રેસ લગાવનાર ટોળકીનો બે મિત્રો ઉપર હુમલો

03:59 PM Oct 10, 2024 IST | admin
ધોરાજીમાં કાર અને બાઈકની રેસ લગાવનાર ટોળકીનો બે મિત્રો ઉપર હુમલો

રાજકોટના નામચીન શખ્સ આણી ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

Advertisement

ધોરાજીમાં બહારપુરા ખુરેશી રોડ ખાટકીવાડામાં રહેતા યુવાન અને તેના મિત્ર ઉપર રાજકોટના 14 નંબર બાબરી ગૃપના શખ્સોએ મોટરસાયકલ સરખું ચલાવવા બાબતે ઝગડો કરી રાજકોટ અને ધોરાજીના 10 શખ્સોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટથી દરગાહોમાં ઉજવાતા ઉર્ષોમાં મોટરસાયકલો તથા કાર લઈને રેશ કરવા આવતી ટોળકીએ આંતક મચાવ્યો હતો.

ધોરાજીના તુફેલ મુખ્તારભાઈ કારવાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના ઉમેદ સંધી, શાનું યુનુસ ગારાણા સાથે આઠ અજાણ્યા મળી કુલ 10 શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મિત્ર આઝમ અબ્દુલા ભાઇ બાદશાહનું મોટર સાયકલ સ્લીપ થતા તેને ધોરાજી સરકારી દવાખાને તેને સારવારમાં લઇ ગયેલ હતા અને સારવાર કરાવી તેને રજા આપતા આઝમ તેની ઓટો રીક્ષામાં તેના મોટા ભાઈ શબીરભાઈ તથા અમારા મિત્ર દાનીશ શબીરભાઈ બેલીમ સાથે ઘરે જવા નીકળેલ અને જયારે તુફેલ તથા મિત્ર મહમદઅલી સુલતાન કારવા તેમાં મોટરસાયક લમાં ઘરે જવા નીકળેલ હતા ત્યારે અરસામાં વલીયાની હોટલ પહોંચતા સામેથી ત્રણ મોટરસાયકલ એક સાથે આખા રસ્તામાં આડા અવળા ચલાવતા આવેલ અને ભટકાવવાનો હતો જેથી તુફેલે પોતાનું બાઈક સાઇડમાં લઇને ઉભુ રાખી બાઈક સરખું ચલાવવા સમજાવવા જતા ઝગડો થયો હતો.

Advertisement

થોડીવારમાં ખ્વાજાબાપુની દરગાહ બાજુથી મોટરસાયકલ નંબર જીજે03-એન.બી5087 અને એક કાળા બ્લુ કલર જેવી ફોર વ્હીલ કાર નંબર જીજે-03-એનબી-2867 આવી જેમાં છ-સાત શખ્સો નીચે હુમલો કર્યો હતો હુમલો કરનારમાં રાજકોટનો ઉબેદ સંધી અને શાનુ યુનુસ ગરાણાએ છરીથી બન્ને મિત્રો ઉપર હુમલો કર્યો હતો. બનાવ સમયે મિત્ર અવેશ ઇસ્માઇલભાઈ ખુરેશી તથા દાનીશ બેલીમ તથા આઝમ બાદશાહ ત્યા આવી જતા હુમલાખોરો ભાગી ગયા હતા. તુફેલે પોલીસને જણાવ્યું કે, આ ટોળકી રાજકોટના 14 નંબર બાબરી ગૃપના હતા અને આ ગ્રૂપના માણસો રાજકોટથી દરગાહોમાં ઉજવાતા ઉર્ષોમાં મોટરસાયકલો તથા કાર લઈને રેશ કરવા આવતા હોય અને આ અગાઉ પણ આ ગૃપના માણસો ધોરાજીમાં ઉર્ષમાં આવેલ છે. અને ગઇ કાલના રોજ ખ્વાજાબાપુનો ઉર્ષ હોય જેથી તેઓ ધોરાજી આવેલ હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement