For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળની સોમનાથ ટોકિઝ વિસ્તારમાં વરસાદી પાણીના ખાડામાં ડુબી જવાથી બે મિત્રોના કરૂણ મોત

11:42 AM Jul 22, 2024 IST | admin
વેરાવળની સોમનાથ ટોકિઝ વિસ્તારમાં વરસાદી પાણીના ખાડામાં ડુબી જવાથી બે મિત્રોના કરૂણ મોત

શહેરમાં અનેક જગ્યાએ બિનજરૂરી ખાડા લઇ રહ્યા છે ભોગ

Advertisement

વેરાવળ શહેર અને પંથક ઉપર ધોધમાર મેઘ સવારી શરૂૂ થયા બાદ બે કલાકમાં જ ચાર ઇંચ જેવો વરસાદ વરસાવી દીધો હતો. જેના પગલે શહેરની મુખ્ય બજારો સુભાષ રોડ, સટ્ટા બજાર, એમ જી રોડ, પોસ્ટ ઓફિસ રોડ, 60 ફૂટ રોડ, ડાભોર રોડ, એસટી રોડ અન3 પાલિકા કચેરીના પટાંગણ જેવા સ્થળો તથા હરસિધ્ધી સોસાયટી, ડાભોર રોડની અને સોમનાથ ટોકીઝ વિસ્તારની અનેક સોસાયટીઓમાં 1 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે લોકોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હતો.

જયારે અમુક વિસ્તારોમાં તો લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયુ હતુ. તો ગ્રામ્ય વિસ્તારોને મથક સાથે જોડતા માર્ગો અને સોમનાથ બાયપાસ હાઈવે ઉપર વરસાદ અને ઉપરવાસના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બાધિત થયો હતો. જેની જાણ થતાં પીઆઈ એમ.વી.પટેલ સ્ટાફ સાથે દોડી જઈ હાઈવે ઉપર પાણીના વહેણને અવરોધતા ડિવાઈડર તોડાવવાની સાથે આડશો હટાવડાવતા પાણી ઉતરવાનું શરૂૂ થતા વાહન વ્યવહાર પુન: ધમધમતો થયો હતો.

Advertisement

જોડીયા શહેરમાં ચાર દિવસથી પડી રહેલા અવિરત વરસાદના પગલે વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થા બાધિત થઈ હોય તેમ ધીમીધારે પાણી ઉતરી રહ્યુ હતુ તો અમુક સોસાયટી અને વિસ્તારોમાં તો પાણી ઉતરતું ન હોવાથી નગરપાલીકાએ કરેલ પ્રીમોન્સૂનની કામગીરી કાગળ ઉપર કરી હોવાની લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી.
ભારે વરસાદ વચ્ચે સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીની ખાડીમાં ડુબી જવાથી બે મિત્રોના કરૂૂણ મૃત્યુ નિપજતા લોકોમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી ગઈ હતી.

વેરાવળના વોર્ડ નં.5 અને 6માં 40થી વધુ સોસાયટીઓમાં ચાલીસ હજારથી વધુ લોકોનો વસવાટ છે. ચાર દિવસથી પડી રહેલા સતત વરસાદના કારણે બંન્ને વોર્ડના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ હોવા છતાં નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાથી આજે કરૂૂણ ઘટના બની છે. જેની પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે એકાદ વાગ્યે શાહી ગરાસ સોસાયટીમાં મહેક સ્કુલની બાજુમાં ભરાયેલા વરસાદી પાણીમાં અલ્ફાઝ અમીન પંજા (ઉ.વ.18) અને દાનિશ ગફાર ખોખર (ઉ.વ.18) બંન્ને રહે.શાહીગરા કોલોનીવાળા મિત્રોના અકસ્માતે ડુબી ગયા હતા. જેની જાણ થતાં ફાયરના તરવૈયાઓ અને સ્થાનીકોએ પાણીમાં ઝંપલાવીને શોધખોળ હાથ ધરતા એકાદ કલાક બાદ બંન્ને મળી આવ્યા હતા. બંન્નેને સિવીલ હોસ્પીટલએ લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પીએમ હાથ ધર્યુ હતુ. આ ઘટનામાં બંન્ને મિત્રોના કરૂૂણ મૃત્યુ નિપજયાના સમાચાર શહેરભરમાં પ્રસરી જતા લોકોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement