રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલમાં છેડતીના પ્રશ્ર્ને બે પરિવાર વચ્ચે ધીંગાણુ ખેલાયું : ત્રણને ઈજા

04:20 PM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલ આવાસ યોજનાના કવાર્ટરમાં સગીરાની વિધર્મીએ છેડતી કરી હતી જે બનાવની જાણ થયા બાદ બન્ને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ધીંગાણુ ખેલાતા ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમાં પિતા-પુત્રને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતાં. આ બનાવ અંગે પોલીસે સામસામા ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી રિટાબેન રવુભા પીંગળ (ઉ.40) નામની મહિલાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે આવાસ યોજના કવાર્ટરમાં રહેતી અલ્તાફ જુસબભાઈ કુરેશી તેના પિતા જુસબભાઈ અલાઉદીન કુરેશી, રૂકશાનાબેન જુસબ કુરેશી અને શ્ર્વેતાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની સગીર વયની પુત્રીનું આરોપી અલ્તાફે હાથ પકડી છેડતી કરી હતી અને બાળકી ભાગવા જતાં તેના કપડા ફાડી નાખ્યા હતાં.

આ બનાવ અંગે બાળકીએ પરિવારજનોને જાણ કરતાં આરોપીને ઠપકો આપવા ગયા હતાં. આ વખતે બન્ને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ધીંગાણુ ખેલાયું હતું. જેમાં અલ્તાફ જુસબભાઈ કુરેશી તેના પિતા જુસબભાઈ કુરેશીને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે સગીરાને ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ ઘટના સંદર્ભે ગોંડલ પોલીસે રૂકશાનાબેન ઉર્ફે મીનાબેન જુસબ કુરેશીની ફરિયાદ પરથી રિટાબેન, પૃથ્વીરાજ સહિતના શખ્સો સામે પાઈપ વડે હુમલો કરી ફરિયાદીના પુત્રને માથામાં ગંભીર ઈજા કર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.

Tags :
gondalgondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement