For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેર ભાજપ પ્રમુખ બનવા બે ડઝન મુરતિયાઓએ ઘોડા પલાણ્યા

03:29 PM Jan 03, 2025 IST | Bhumika
શહેર ભાજપ પ્રમુખ બનવા બે ડઝન મુરતિયાઓએ ઘોડા પલાણ્યા

મુકેશ દોશીને રિપીટ કરાય તેવી શકયતા વધુ, અનેક જૂના જોગીઓ પણ મેદાને, બેથી ત્રણ મહિલા દાવેદાર

Advertisement

ક્રિમિનલ અને ચારિત્ર્યના કેસ, બે ટર્મના સક્રિય સભ્ય અને પરિવારમાં એકજ હોદ્દાનો નિયમ અનેકને નડતરરૂપ

આવતી કાલે શહેર ભાજપ કાર્યાલયે ફોર્મ ભરાશે, રવિવારે ભાજપની સંકલન સમિતિની બેઠકમાં સ્ક્રટિની બાદ 10મી સુધીમાં નવા પ્રમુખના નામની જાહેરાત

Advertisement

રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની નિમણૂકો બાદ હવે શહેર ભાજપ પ્રમુખની નિમણૂક માટે પ્રક્રિયા શરૂ કરવામા આી છે. અને આવતીકાલે ફોર્મ ભરવામા આવશે.
હાલ શહેર ભાજપના પ્રમુખપદે મુકેશ દોશી રિપીટ થાય તેવી શકયતા છે. આ ઉપરાંત દેવાંગ માંકડ, ડો. પ્રદિપ ડવ, પુષ્કર પટેલ, માધવ દવે, અશ્ર્વિન મોલિયા, પરેશ ઠાકર, કશ્યપ શુકલ, મનિષ રાડિયા, દલસુખ જાગાણી, નીલેશ જલુ, સુરેન્દ્રસિંહ વાળા, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, વલ્લભ દુધાત્રા, નરેન્દ્રસિંહ ઠાકુર, અશ્વિન પાંભર ઉપરાંત મહિલા ઓમાંથી કિરણબેન માંકડીયા તથા રક્ષબેન બોળીયા સહિત કુલ બે ડઝન દાવેદારો મનાય છે.

જો કે, મુકેશ દોશીને શહેર ભાજપ પ્રમુખ બનાવાયાને દોઢ વર્ષ જ થયુ હોવાથી અને કોર્પોરેશનને બાદ કરતા સંગઠનમા તેમની કામગીરી સારી હોવાથી દોશીને રિપીટ કરવામા આવે તેવી શકયતા વધુ છેે. રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી પણ 2026-ફ્રેબુઆરીમાં યોજાનાર હોય, નવા શહેર ભાજપ પ્રમુખ માટે આ ચૂંટણી સૌથી મોટો પડકાર બની રહેશે.

આવતીકાલે ભાજપ કાર્યાલયે પ્રમુખપદના દાવેદારોના ફોર્મ ભરાયા બાદ રવિવારે ભાજપની સંકલન સમિતિની બેઠક યોજાશે અને તેમા ભરાયેલા ફોર્મની સ્ક્રૂટીની કરી પ્રદેશ કાર્યાલયમાં મોકલી અપાશે અને તા.10 જાન્યુઆરી સુધીમાં નવા શહેર પ્રમુખનુ નામ જાહેર કરવામા આવશે.

જો કે, ધણા દાવેદારોને ભાજપે બનાવેલા ક્રિમિનલ અને ચારિત્ર્ય અંગેના કેસ, બે ટર્મના સક્રિય સભ્ય તેમજ પરિવારમાં એક વ્યકિત એક હોદા સહિતના નિયમો નડે છે.
રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપની યોજના અનુસાર અને ચુંટણી અધિકારી ઉદયભાઈ કાનગડ, રાજકોટ મહાનગર સંગઠન પર્વ કલસ્ટર ઇન્ચાર્જ મયંકભાઈ નાયક અને રાજકોટ મહાનગરના ચુંટણી અધિકારી ડો.માયાબેન કોડનાની અને સંગઠનપર્વ-2024 અંતર્ગત રાજકોટના ચુંટણી અધિકારીની વિશેષ જવાબદારી આપવામાં આવેલ છે તેવા પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાએ માહિતી આપતા જણાવેલ છે કે સંગઠન પર્વ 2024 અંતર્ગત રાજકોટ શહેર ભાજપના નવા પ્રમુખની જેમને દાવેદારી કરવી છે તેવા ઉમેદવારો માટેના ઉમેદવારી ફોર્મ આવતીકાલે તા.4 જાન્યુઆરી 2025 ના રોજ સવારે 10.30 થી 1.30 દરમ્યાન રાજકોટ શહેર કમલમ કાર્યાલય, શીતલપાર્ક પાસે, રાજકોટ ખાતે સ્વીકારવામાં આવશે.

તેઓએ આ અંગે વધુ માહિતી આપતાં જણાવેલ હતું કે પ્રદેશ ભાજપ દ્વારા મહાનગરના અધ્યક્ષની પસંદગી માટે નીચે મુજબના યોગ્યતાનાં ધોરણો ફરજીયાત કરેલ છે.
1. વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. (સક્રિય સદસ્યતા પહોંચસક્રિય સદસ્યતા કાર્ડસક્રિય નંબર સાથે મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર) 2. મહાનગર પ્રમુખ બનવા ઈચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલું હોવું જોઈએ (ફરજીયાત) 3. મહાનગર પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે. 4. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્નિ) 5. જે મહાનગર પ્રમુખ સતત બે ટર્મ મહાનગર પ્રમુખ રહયા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહિ. 6. મહાનગર પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યકિત કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઈએ (આર્થિક અને ચારિત્રયની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો ન હોય તેને લાગુ પડશે.) 7. પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહિ.

જિલ્લામાં ઢોલરિયાને રિપીટના ચાન્સ, ચાંગેલા-રામાણી પણ લાઇનમાં
રાજકોટ જિલ્લા ભાજપના નવા પ્રમુખ માટે પણ આવતીકાલે પ્રક્રિયા શરૂ થનાર છે. ત્યારે વર્તમાન પ્રમુખ અલ્પેશ ઢોલરીયાને બીજી ટર્મ માટે રિપીટ કરવામા આવે તેવી શકયતા વધુ દર્શાવાય છે. આ સિવાય જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મનિષ ચાંગેલા તેમજ મનસુખભાઇ રામાણી પણ દાવેદાર માનવામા આવે છે. આવતીકાલે જિલ્લા ભાજપ કાર્યાલયે પ્રમુખપદના દાવેદારના ફોર્મ ભરાશે અને રવિવારે ચૂંટણી અધિકારીઓની હાજરીમાં મળનાર સંકલન સમિતિની બેઠકમાં ભરાયેલા ફોર્મની સ્કૃટીની કર્યા બાદ માન્ય ફોર્મ પ્રદેશ કાર્યાલયમાં મોકલવામા આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement