રાજકોટમાં બે દિવસનું એરફોર્સ સ્ટેટિક ડિસ્પ્લે પ્રદર્શન
અટલ સરોવર ખાતે એર શો, બેન્ડ લાઈવ પરફોમર્સ, 10થી 20 ભવ્ય મોટી સ્ક્રીન, 30 સાઉન્ડ ટાવર સહિતના આકર્ષણો
રાજકોટ મહાનગરપાલિકાને ગૌરવ છે કે શહેર ટૂંક સમયમાં દેશના સૌથી રોમાંચક અને યાદગાર કાર્યક્રમોમાંથી એકનું યજમાન બનવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાના સુર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાનારા ભવ્ય એર શો સાથે, પ્રથમ વખત શહેરના નાગરિકો પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડનું પણ આકર્ષક લાઈવ પરફોર્મન્સ માણી શકશે. ભારતીય વાયુ સેના અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા,07-12-2025ને રવિવારના રોજ સવારે 10:00 કલાકથી અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટીના વિસ્તાર (અટલ સરોવર ફરતે) ના આકાશમાં અદભુત સૂર્યકિરણ એર-શો, એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ અને શસ્ત્ર પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત એક દિવસ અગાઉ એટલે કે તા.06-12-2025ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ પણ યોજાનાર છે. આ વિશાળ કાર્યક્રમો રાજકોટના આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગીને શહેર માટે ઐતિહાસિક ક્ષણો સર્જશે.
કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ
- સુવ્યવસ્થિત અને અદ્ભુત એર શો
ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ જીિુફસશફિક્ષ અયજ્ઞિબફશિંભ ઝયફળ આકાશમાં તેમના શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અનોખા કૌશલ્યનો પ્રદર્શન કરશે. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાઈલોટ્સની કુશળતા નાગરિકો માટે રોમાંચક દૃશ્ય સર્જશે. એડ્રેનાલિન ભરેલા લૂપ્સ, બ્રેક મેન્યુવર્સ, વિંગ ફોર્મેશન્સ અને હાઇ-સપીડ પાસેસ એ કાર્યક્રમની મોટાં આકર્ષણોમાં રહેશે.
- બેન્ડ દ્વારા રજૂ થનારા મુખ્ય વિભાગો:
દેશભક્તિ ગીતો, પ્રખ્યાત મીલિટરી બેન્ડ ટ્યૂન્સ- આધુનિક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ્સ, વિશેષ વાયુસેના થીમ મ્યુઝિક
- 17 થી 20 ભવ્ય અને મોટી સ્ક્રીન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવરની આસપાસના સ્માર્ટ સીટી વિસ્તારમાં ભવ્ય અને મોટી સ્ક્રીન મુકવામાં આવશે. જેમાં સૂર્યકિરણ એર-શો અને એર ફોર્સ બેન્ડ લાઈવ નિહાળી શકશે તેમજ સ્માર્ટ સીટી વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ 17 થી 20 ભવ્ય અને મોટી સ્ક્રીનના માધ્યમથી બહોળી સંખ્યમાં લોકો ઉભા રહીને અને ભારતીય બેઠક કરીને સમગ્ર પર્ફોમન્સ નિહાળી શકશે. એરફોર્સના કમાન્ડો દ્વારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઈટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી નિહાળી શકશે.
- 30 થી વધુ સાઉન્ડ ટાવર
શહેરીજનો અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં ઉભા રહીને અને ભારતીય બેઠક પર ભવ્ય એર-શો અને એર ફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ નિહાળી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર ફરતે 30 થી વધુ સાઉન્ડ ટાવર સ્ટેન્ડ બાય કરશે. જેના માધ્યમથી અટલ સરોવર ફરતે રહેલા નાગરિકો ભવ્ય એર-શો અને લાઈવ બેન્ડ માણી આનંદ મેળવી શકશે.
- બે દિવસનું એર ફોર્સ સ્ટેટિક ડિસ્પ્લે પ્રદર્શન
એર ફોર્સ સ્ટેટિક ડિસ્પ્લે પ્રદર્શન તા.6 અને 7 ડિસેમ્બરના રોજ અટલ સરોવરના ગેઈટ નં.10ના પાર્કિંગ પ્લોટમાં સમય બપોરના 12 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી રહેશે. આ પ્રદર્શન નિહાળવા માટે શહેરીજનોએ અટલ સરોવરમાં પ્રવેશ લેવો જરૂૂરી નથી. આ પ્રદર્શન તમામ વયના નાગરિકોને મંત્રમુગ્ધ બનાવી દેશપ્રેમની અનુભૂતિ કરાવશે.
કાર્યક્રમની વિગતો
તારીખ: 6 અને 7 ડિસેમ્બર સૂર્યકિરણ એર-શો, એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ-સમય: સવારે 10:00 કલાકે, સ્થળ: અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટીના વિસ્તાર (અટલ સરોવર ફરતે) નાગરિકોને ભારતીય વાયુસેનાની પરંપરા, શિસ્ત અને પ્રતિષ્ઠાની નજીક લાવવા, યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવનાને પ્રેરિત કરવા, દેશભક્તિને નવી ઊંચાઈએ લઈ જતું સાંસ્કૃતિક અને સાહસિક સંયોજન પ્રદાન કરવા અને શહેરની પ્રગતિશીલ છબીમાં એક અભૂતપૂર્વ ઉમેરો કરવા અંગેનો આ ઐતિહાસિક ઇવેન્ટનો હેતુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને પરિવાર સાથે આ અનોખા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આકાશથી ધરતી સુધી વ્યાપતું આ ગૌરવમય પ્રદર્શન માણવા વિનંતી કરે છે. આવો, દેશના શૂરવીરોને સલામ કરવા અને રાજકોટના વિકાસ ગાથામાં એક યાદગાર અધ્યાય ઉમેરવા માટે આપ સૌ જોડાઓ. ભવ્ય એર શો અને એર ફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ રાજકોટને દેશના નકશા પર નવી ઓળખ આપશે. આ કાર્યક્રમ નાગરિકો માટે માત્ર મનોરંજન જ નહિ, પરંતુ દેશપ્રેમનું અનોખું, જીવંત અને ભાવનાત્મક આયોજન સાબિત થશે.